પ્રતિબંધ/ ઉઇગરમાં મુસ્લિમો પર અત્યાચાર થતાં અમેરિકાએ શિનજિયાંગમાં બનેલી વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો

ઉઇગરમાં મુસ્લિમ જૂથોને શ્રમ, ત્રાસ, જેલ, નસબંધી માટે દબાણ કરવામાં આવી રહ્યું

World
china muslim ઉઇગરમાં મુસ્લિમો પર અત્યાચાર થતાં અમેરિકાએ શિનજિયાંગમાં બનેલી વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો

યુએસ સેનેટે બુધવારે ચીનના શિનજિયાંગ પ્રાંતમાં બનેલા તમામ ઉત્પાદનો પર પ્રતિબંધ મૂકતો એક ખરડો પસાર કર્યો હતો. અમેરિકાએ આ એકશન ઉઇગર મુસ્લિમો પરના અત્યાચાર અને અહીંના માનવાધિકારના ભંગના વિરોધમાં ઉઠાવ્યું છે.  અહેવાલ મુજબ ઉઇગર મુસ્લિમો સહિતના અન્ય લઘુમતીઓના મજૂરી અને નરસંહારના કારણે અમેરિકાએ ચીનને પાઠ ભણાવવા આર્થિક ઝટકો આપ્યો છે.

ફ્લોરિડા સેનેટર માર્કો રુબિઓએ ઓરેગોન સેનેટર જેફ મર્ક્લેની સાથે બિલ રજૂ કર્યું હતું. બિલ પસાર થયા પછી એક નિવેદનમાં કહ્યું કે તે બેઇજિંગ અને કોઈપણ આંતરરાષ્ટ્રીય કંપનીને સંદેશો આપવામાં આવ્યો છે કે  સિનજિયાંગમાં બંધાયેલા મજૂરીથી લાભ મેળવે  છે, હવે નહીં. તેમણે એમ પણ કહ્યું હતું કે, ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના માનવતા વિરુદ્ધના ગુનાઓ પર અમેરિકા આંખ આડા કાન કરશે નહીં.

માર્કલીએ કહ્યું કે ઉઇગરમાં મુસ્લિમ જૂથોને શ્રમ, ત્રાસ, જેલ, નસબંધી માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને શિનજિયાંગમાં ધાર્મિક-સાંસ્કૃતિક જીવન છોડી દેવાની ફરજ પડી હતી. તેમણે કહ્યું કે કોઈ પણ અમેરિકન સંસ્થાને આ ગુનાઓથી લાભ ના કરવો  જોઇએ અને કોઈ અમેરિકન ગ્રાહકે તેમની વસ્તું ખરીદવી પણ ના   જોઇએ.

વૈશ્વિક સપ્લાય ચેનમાં ઝિંજિયાંગના ઉત્પાદનોનો નોંધપાત્ર હિસ્સો છે. બિડેન વહીવટીતંત્રે તાજેતરના સપ્તાહમાં ચીની સરકાર વિરુદ્ધ પ્રતિબંધો વધાર્યા છે અને ઘણી કંપનીઓને બ્લેકલિસ્ટ કરેલી છે કે જેના પર ચાઇનીઝ સૈન્ય સાથેના સંબંધો અને નરસંહારમાં સંડોવણીનો આરોપ છે