Not Set/ વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફાની ટોચ પર ઉભા રહીને જાહેરાત શૂટ કરવામાં આવી, આવો જોઈએ રોમાંચક વિડીયો

વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફાની ટોચ પર ઉભા રહીને જાહેરાત શૂટ કરવામાં આવી, આવો જોઈએ રોમાંચક વિડીયો

Top Stories World Trending
s2 2 વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફાની ટોચ પર ઉભા રહીને જાહેરાત શૂટ કરવામાં આવી, આવો જોઈએ રોમાંચક વિડીયો

અમીરાત એરલાઇન્સ : હાલમાં સોશિયલ મીડિયા પર એક જાહેરાત જબરદસ્ત હંગામો સર્જી રહી છે. UAE એરલાઇન અમીરાતની આ જાહેરાત સોશિયલ મીડિયામાં આકર્ષણનું કેન્દ્ર બની છે. 30 સેકન્ડની જાહેરાત ફિલ્મ સોશિયલ મીડિયા માં મોટો હંગામો સર્જી રહી છે. આ એડ ફિલ્મનું શૂટિંગ વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફા પર શૂટ કરવામાં આવી છે. શરૂઆતમાં લોકો માનતા ન હતા કે આ જાહેરાત બુર્જ ખલીફા પર ફિલ્માવવામાં આવી છે.  લોકોની આ મૂંઝવણ દૂર કરવા માટે, કંપનીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં સમજાવવામાં આવ્યું છે કે આ એડ ફિલ્મ કેવી રીતે શૂટ કરવામાં આવી છે.

આ એડ ફિલ્મમાં શું છે ?

UAE અમીરાત એરલાઇન્સ ની જાહેરાતમાં બુર્જ ખલીફાની ઉપર ઉભેલી અમીરાત કેબિન ક્રૂ મેમ્બર તરીકે વ્યાવસાયિક સ્કાયડાઇવીંગ પ્રશિક્ષક નિકોલ સ્મિથ-લુડવિક છે. તેના હાથમાં થોડા પ્લેકાર્ડ્સ છે, જેમાં લખ્યું છે કે, “યુકેએ યુએઈને અંબર યાદીમાં ઉમેર્યું છે, જેનાથી આપણને વિશ્વની ટોચ પર હોવાનો અનુભવ કરી રહ્યા છે. ફ્લાય અમીરાત, ફ્લાય બેટર.”

 

કંપનીએ જણાવ્યું કે જાહેરાત કેવી રીતે બનાવવામાં આવી છે.

અમીરાત એરલાઇન્સે સોમવારે ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે એડ  ફિલ્મ વાસ્તવિક છે અને બુર્જ ખલીફાની ટોચ પર શૂટ કરવામાં આવી છે. તેને બનાવવામાં 5 કલાક જેટલો સમય લાગ્યો હતો. આ સિવાય, બિલ્ડિંગની ટોચ પર પહોંચવામાં લગભગ 1 કલાક 15 મિનિટનો સમય લાગ્યો. પ્રોફેશનલ સ્કાયડાઇવીંગ પ્રશિક્ષક નિકોલ સ્મિથ-લુડવિકને ફિલ્મમાં દર્શાવેલ સભ્યોની સલામતી સુનિશ્ચિત કરવા માટે હાયર કરવામાં આવ્યા હતા.

બુર્જ ખલીફાની ઇમારત 828 મીટર ઉંચી છે

દુબઈમાં બુર્જ ખલીફા વિશ્વની સૌથી ઉંચી ઈમારત છે, જેની ઉંચાઈ 828 મીટર છે. નિકોલ સ્મિથ-લુડવિક આ બિલ્ડિંગની ઉપરની નાની જગ્યામાં ઉભી છે, એક હૃદયસ્પર્શી દૃશ્ય છે. શરૂઆતમાં તે ક્યાં ઉભી છે તે જાણી શકાયું નથી, પરંતુ જ્યારે કેમેરા તેની પાસે જાય છે ત્યારે ખબર પડે છે કે તે વિશ્વની સૌથી ઉંચી ઇમારત પર ઉભી છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ યુકે સરકારે ભારત અને યુએઈ સહિત પાંચ દેશોમાંથી મુસાફરી પ્રતિબંધ હટાવી દીધો છે અને આ દેશોને એમ્બર યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. હવે અહીંના લોકો કોવિડ પ્રોટોકોલને અનુસરીને બ્રિટન જઈ શકે છે.

લોકસભા / લોકસભાની 96 કલાકની કાર્યવાહી ચાલી માત્ર 21 કલાક :સ્પીકર બિરલા

ત્રીજી આંખથી નજર / EOS-3 સેટેલાઇટ લૉન્ચનું કાઉન્ટડાઉન, હવામાન સંબંધી પ્રવૃત્તિઓ સમજવામાં રહેશે સરળતા