Political/ UAPA દ્વારા સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે: રાહુલ ગાંધી

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ત્રિપુરા પોલીસ દ્વારા 102 લોકની વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રતિબંધ) અધિનિયમ (UAPA) હેઠળ કેસ નોંધવાની પૃષ્ઠભૂમિમાં સોમવારે કહ્યુ કે, આ રીતે સચ્ચાઇને દબાવી નહી શકાય. 

Top Stories India
રાહુલ ગાંધી

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ત્રિપુરા પોલીસ દ્વારા 102 લોકની વિરુદ્ધ ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રતિબંધ) અધિનિયમ (UAPA) હેઠળ કેસ નોંધવાની પૃષ્ઠભૂમિમાં સોમવારે કહ્યુ કે, આ રીતે સચ્ચાઇને દબાવી નહી શકાય.

આ પણ વાંચો – PM નરેન્દ્ર મોદીએ અડવાણીને પાઠવી શુભેચ્છાઓ / લાલકૃષ્ણ અડવાણીના ઘરે જઈ વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છાઓ, કહ્યું- રાષ્ટ્ર હમેંશા તેમનું ઋણી રહેશે

ત્રિપુરામાં થયેલી હિંસાને લઈને દેશનાં રાજકારણમાં ગરમાવો શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી પાર્ટીઓ સતત ભાજપ સરકાર અને ત્રિપુરા પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવી રહી છે. આપને જણાવી દઈએ કે, તાજેતરમાં ત્રિપુરા પોલીસે પત્રકારો અને વકીલો સહિત 102 લોકોનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિરુદ્ધ કેસ નોંધ્યા છે. આ તમામ લોકો પર UAPA એક્ટ લાદવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ પોલીસની આ કાર્યવાહીની ટીકા કરી છે. રાહુલ ગાંધીનું કહેવું છે કે UAPA દ્વારા સત્યને દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સોમવારે, એક ટ્વીટમાં રાહુલ ગાંધીએ કહ્યું, “ત્રિપુરા #Tripura_Is_Burning (હિંસા) વિશે વાત કરવી એ સુધારાત્મક પગલા લેવાનું આહ્વાન છે, પરંતુ ભાજપની મનપસંદ કવર-અપ વ્યૂહરચના છે કે મેસેન્જરને ગોળી મારી દો. #UAPA સાથે સત્યને ચૂપ કરી શકાય નહીં.”

આપને જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ ત્રિપુરા હિંસા અંગે એક અઠવાડિયા પહેલા પણ ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, ત્રિપુરાની અંદર આપણા મુસ્લિમ ભાઈઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે, જેઓ હિંદુનાં નામે નફરત અને હિંસા ફેલાવી રહ્યા છે. તેઓ હિંદુઓ નથી પણ ઢોંગી છે. આ સાથે જ રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે સરકાર ક્યાં સુધી આંધળી અને બહેરી હોવાનુ નાટક કરતી રહેશે? આપને જણાવી દઈએ કે, રવિવારે ત્રિપુરા પ્રદેશ કોંગ્રેસનાં વડાએ પણ એક નિવેદનમાં કહ્યું હતું કે, જે પત્રકારો, વકીલો અને સામાજિક કાર્યકરો સામે પોલીસે UAPA એક્ટનો ઉપયોગ કર્યો છે તેમની સામે નોંધાયેલા કેસો તાત્કાલિક પાછા ખેંચવા જોઈએ. કોંગ્રેસ ઉપરાંત માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને માનવાધિકાર સંગઠનોએ પણ રાજ્ય સરકાર પર નિશાન સાધ્યું છે. તેઓએ કથિત રીતે સાંપ્રદાયિક તિરસ્કાર ફેલાવવા બદલ સુપ્રીમ કોર્ટનાં અનેક વકીલો સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવાની માંગ કરી છે.