Not Set/ સાત લાખ ખર્ચ કરી ઉદ્યોગપતિએ થાઇલેન્ડથી કોલગર્લ બોલાવી, કોલગર્લનું કોરોનાથી થયું મોત

આજે આખું દુનિયા કોરના વાઇરસના કહેર સામે લડી રહી છે. આખી દુનિયાના લોકો પોતાનો જીવ બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે લખનૌના એક ઉદ્યોગપતિ પુત્રએ થાઇલેન્ડથી  કોલગર્લને બોલાવી હતી. 

India Trending
bukhari mufti 17 સાત લાખ ખર્ચ કરી ઉદ્યોગપતિએ થાઇલેન્ડથી કોલગર્લ બોલાવી, કોલગર્લનું કોરોનાથી થયું મોત

આજે આખું દુનિયા કોરના વાઇરસના કહેર સામે લડી રહી છે. આખી દુનિયાના લોકો પોતાનો જીવ બચાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે લખનૌના એક ઉદ્યોગપતિ પુત્રએ થાઇલેન્ડથી  કોલગર્લને બોલાવી હતી.  સાત લાખ રૂપિયા ખર્ચ કરી વેપારી પુત્રએ  થાઈલેન્ડથી કોલગર્લ બોલાવી હતી.  આશરે  દસ દિવસ પહેલા વેપારીના પુત્રએ થાઇલેન્ડની કોલ ગર્લને લખનૌ બોલાવી હતી.

વૈશ્વિક મહામારીમાં પણ આ વેપારી પુત્રની ઐયાસી દબાવવાની ભારોભાર કોશિશ કરવામાં આવી હતી. જ્યાં લોકો ઓક્સીજન માટે વલખા મારી  રહ્યા છે ત્યાં આ વેપારી પુત્ર એ પુરા સાત લાખ રૂપિયા ખર્ચીને થાઇલેન્ડથી દસ દિવસ પહેલા કોલ ગર્લને લખનૌ બોલાવી હતી. પરંતુ  ચાર દિવસ પહેલાં, કોરોના વાયરસના ચેપને કારણે કોલગર્લનું  મોત થયું છે. અને સમગ્ર ભાંડો ફૂટ્યો છે. અને જવાબદાર અધિકારીઓના પગ તા;લેથી જમીન સરકી ગઈ છે. હવે લખનૌનું નામ પણ આંતરરાષ્ટ્રીય કોલ ગર્લ રેકેટમાં આવ્યું છે.

કોરોનાના કહેર વચ્ચે લોકો પોતાનો જીવ બચાવવા માટે હવાતિયા મારી રહ્યા છે ત્યારે આ નવાબજાદાએ થાઇલેન્ડની કોલ ગર્લને બોલાવી  સાત લાખ રૂપિયા ખર્ચ કર્યા.  પરંતુ લખનૌ પહોંચ્યાના ત્રણ દિવસ પછી, તેણીની તબિયત લથડતી ગઈ અને તેને 28 એપ્રિલે ગોમતીનગરના ડો.રામ મનોહર લોહિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવી હતી.  આ જ હોસ્પીટલમાં સામાન્ય વ્યક્તિને કોવિડ ચેપગ્રસ્ત હોય તો પથારી મેળવવા માટે હવાતિયા મારવા પડે છે.

સારવાર દરમિયાન, જ્યારે કોલગર્લનું 3 મેના રોજ અવસાન થયું ત્યારે ઉદ્યોગપતિ પુત્રએ પોતે  થાઇલેન્ડ એમ્બેસીનો સંપર્ક કર્યો. અને અ મામલો બે દેશો વચ્ચે હોવાને કારને પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ કેસની તપાસ કરી ત્યારે એક પછી એક અનેક ઘટસ્ફોટ થયાં. આ કોલ ગર્લને સાત લાખ રૂપિયા ખર્ચ કર્યા બાદ લખનૌના એક ટોચના વેપારીના પુત્ર દ્વારા 10 દિવસ પહેલા થાઇલેન્ડથી બોલાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બે દિવસ પછી, જ્યારે તેણી બીમાર પડી, ત્યારે તેને લોહિયા હોસ્પિટલમાં દાખલ કરાઈ, જ્યાં તેનું 3 મેના રોજ અવસાન થયું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, કોલ ગર્લની તબિયત લથડવાની સ્થિતિ પર ઉદ્યોગપતિના પુત્રએ ખુદ થાઇલેન્ડ એમ્બેસીને ફોન કરીને આ અંગેની માહિતી આપી હતી. આ પછી, દૂતાવાસે તેમને ભારતના વિદેશ મંત્રાલયની મદદથી હોસ્પિટલમાં દાખલ કર્યા. પોલીસના જણાવ્યા અનુસાર, કોલ ગર્લ રાજસ્થાનના ટ્રાવેલ એજન્ટ સાથે સંપર્કમાં હતી. તેણે જ તેણીને લખનૌ મોકલી હતી. પોલીસ હવે આ એજન્ટની પણ શોધખોળ કરી રહી છે.

આ પછી કોલ ગર્લના શબને સોંપવાની પ્રક્રિયા એકદમ જટિલ બની હતી. પોલીસે પ્રથમ થાઇલેન્ડના રાજદૂતનો સંપર્ક સાધ્યો અને લાશ તેના પરિવારના સભ્યોને સોંપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ જ્યારે તે કરી શક્યો નહીં, ત્યારે શનિવારે એજન્ટ સલમાનની હાજરીમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ એજન્ટની મદદથી તે ભારત આવી હતી. કોલ ગર્લના મોત બાદ પોલીસ હવે રાજધાનીમાં આંતરરાષ્ટ્રીય કોલ ગર્લ રેકેટ વિશે જાણવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે, કોલ ગર્લના સંપર્કમાં બીજા કોણ આવ્યા છે તે પણ શોધી કાઢવામાં આવી રહ્યું છે.