Not Set/ પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ વૈચારિક મતભેદની વાત કબૂલી, કહ્યુ-અમારે થોડા સમયની જરૂર

મહારાષ્ટ્રમાં સરકાર વિશેની અનિશ્ચિતતા હજુ પણ ખતમ થવાનુ નામ નથી લઈ રહી. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનનો અમલ થયો છે, ત્યારે કોંગ્રેસ-એનસીપી અને શિવસેના પોતપોતાના નેતાઓને મળી રહ્યા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મંગળવારે સાંજે પોતાના ધારાસભ્યોને મળવા પહોંચ્યા હતા. હોટેલમાં પાર્ટીનાં ધારાસભ્યોને મળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેઓ હજી પણ સરકાર બનાવી શકે […]

Top Stories India
Uddhav thackeray પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ વૈચારિક મતભેદની વાત કબૂલી, કહ્યુ-અમારે થોડા સમયની જરૂર

મહારાષ્ટ્રમાં સરકાર વિશેની અનિશ્ચિતતા હજુ પણ ખતમ થવાનુ નામ નથી લઈ રહી. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનનો અમલ થયો છે, ત્યારે કોંગ્રેસ-એનસીપી અને શિવસેના પોતપોતાના નેતાઓને મળી રહ્યા છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મંગળવારે સાંજે પોતાના ધારાસભ્યોને મળવા પહોંચ્યા હતા. હોટેલમાં પાર્ટીનાં ધારાસભ્યોને મળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, તેઓ હજી પણ સરકાર બનાવી શકે છે. તેમણે કહ્યું, ‘કોંગ્રેસ-એનસીપી સાથે વાટાઘાટો ચાલી રહી છે. અમને થોડો સમય જોઈએ છે. અમે હજી પણ સરકાર બનાવી શકીએ છીએ. રાજ્યપાલ સાથે સરકાર બનાવવાની અમારી ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. પરંતુ, રાજ્યપાલે અમને સમય આપ્યો નહીં.

કોંગ્રેસ-એનસીપી સાથે વાત કરવાના સવાલ પર તેમણે કહ્યું કે સોમવારે પહેલીવાર મેં બંને પક્ષો સાથે સત્તાવાર રીતે વાત કરી હતી. તેમણે કહ્યું કે આપણા વચ્ચે ચોક્કસપણે વૈચારિક મતભેદો છે, આપને તેની ચર્ચા કરવા માટે ફક્ત સમયની જરૂર હતી. ભાજપે સરકાર બનાવવાનો ઇનકાર કર્યા પછી, શિવસેનાને સરકાર બનાવવા માટે 24 કલાકનો સમય આપવા જણાવાયુ હતું. રાજ્યપાલ તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ સરકાર બનાવવા માંગે છે. અમે ગઈકાલે રાજ્યપાલને કહ્યું હતું કે અમે સરકાર બનાવવા માંગીએ છીએ, પરંતુ અમે તેમને થોડા સમય માટે પૂછ્યું. અમે હજી પણ સરકાર બનાવી શકીએ છીએ. એનસીપી અને કોંગ્રેસ સાથે વાત ચાલી રહી છે.

ઠાકરેએ કહ્યું કે, જેમ કોંગ્રેસ અને એનસીપીને કેટલાક મુદ્દાઓ પર સ્પષ્ટતા કરવા માટે સમયની જરૂર હતી, તેવી જ રીતે શિવસેનાને પણ કેટલાક મુદ્દાઓ પર વાત કરવા માટે સમયની જરૂર હતી. આ તે સમય હતો જ્યારે અમે રાજ્યપાલને પૂછ્યું. રાજ્યપાલે અમને ટેકો મેળવવા માટે પણ સમય આપ્યો ન હતો. અમે હજી પણ સરકાર બનાવી શકીએ છીએ, પરંતુ અમને થોડો સમય જોઈએ. જ્યારે રાજ્યના ભાજપના વડા ચંદ્રકાંત પાટીલે સરકાર બનાવવાનો ઇનકાર કર્યો હતો, ત્યારે અમે તેમને એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાની શુભેચ્છા પાઠવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.