Maharashtra/ એકનાથ શિંદેના સીએમ બનવા પર ઉદ્ધવ ઠાકરેની પહેલી પ્રતિક્રિયા, આપ્યું આ નિવેદન

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે એકનાથ શિંદેને રાજ્યના નવા સીએમ બનાવવામાં આવ્યા છે. દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે

Top Stories India

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ મચી ગઈ છે. એકનાથ શિંદેને રાજ્યના નવા સીએમ બનાવવામાં આવ્યા છે. દેવેન્દ્ર ફડણવીસે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે.

પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું છે કે મને આશા છે કે બંને નેતાઓ મહારાષ્ટ્ર માટે સારું કામ કરશે.

મહારાષ્ટ્રમાં શિંદેની સરકાર બની છે. દેવેન્દ્ર ફડણવીસ ડેપ્યુટી સીએમની ખુરશી પર બેઠા છે. હવે ફ્લોર પર બહુમત સાબિત કરવાનો વારો છે, જેના માટે 2 અને 3 જુલાઈએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ જ સત્રમાં નવા સ્પીકરની પણ નિમણૂક કરવામાં આવશે.

નોંધનીય છે કે સીએમ બન્યા બાદ એકનાથ શિંદેએ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી અને કહ્યું છે કે તેમનું લક્ષ્ય મહારાષ્ટ્રનો વિકાસ કરવાનું છે. અગાઉની સરકાર દ્વારા જે પ્રોજેક્ટ અટકાવવામાં આવ્યા હતા તેને પૂર્ણ કરવાની પણ પ્રાથમિકતા રહેશે.

જયારે શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ કરીને એકનાથ શિંદેને સીએમ બનવા પર અભિનંદન પાઠવ્યા છે. પરંતુ તેમના તરફથી એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમણે એક વખત પણ કલ્પના નહોતી કરી કે બીજેપી શિંદેને સીએમ પદ આપવા જઈ રહી છે. તેમના મતે આ માંગ શિંદે જૂથના ધારાસભ્યોએ કરી હોવી જોઈએ.

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન પાઠવ્યા છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે હું એકનાથ શિંદેને સીએમ બનવા બદલ અભિનંદન આપું છું.  તેમની પાસે રાજકીય થી વહીવટી અનુભવ છે. તેઓ મહારાષ્ટ્રને નવી ઊંચાઈઓ પર લઈ જવાનું કામ કરશે. જયારે દેવેન્દ્ર ફડણવીસ માટે લખ્યું કે તેઓ બધા માટે પ્રેરણા છે. તેમનો અનુભવ આ સરકાર માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. તેમની સાથે મહારાષ્ટ્રનો વિકાસ વધુ ઝડપથી થશે.