NRI/ યુએન સેક્રેટરી જનરલ પદ માટેની રેસમાં, ભારતીય મુળની આકાંક્ષા અરોરા, ગુટરસને આપશે પડકાર

યુએન સેક્રેટરી જનરલ પદ માટેની રેસમાં, ભારતીય મુળની આકાંક્ષા અરોરા, ગુટરસને આપશે પડકાર

World
Untitled 52 યુએન સેક્રેટરી જનરલ પદ માટેની રેસમાં, ભારતીય મુળની આકાંક્ષા અરોરા, ગુટરસને આપશે પડકાર

ભારતીયો અને ભારતીય મૂળના લોકોનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે. અમેરિકા અને ઇંગ્લેન્ડ જેવા દેશમાં ટોચના સ્થાન પર ભારતીય મૂળના લોકો પ્રતિનિધિત્વ કરી રહ્યાછે, ત્યારે વધુ એક ભારતીય મુલની દીકરી દુનિયામાં પોતાનો ડંકો વગાડવા જી રહી છે. કોરોના કાળમાં ઘર-ઘરના જાણીતું બનેલું યુંનૈતેદ નેશન્સના જનરલ સેક્રેટરી પદ માટે એક ભારતીય દીકરીએ દાવેદારી નોધાવી છે.

હરિયાણામાં જન્મેલી અને હવે યુ.એસ. માં રહેતી આકાંક્ષા અરોરા યુએન સેક્રેટરી જનરલના પદની રેસમાં છે. તે સંયુક્ત રાષ્ટ્રના સચિવ જનરલ એન્ટોનિયો ગુટેરેસને પડકારશે. 34 વર્ષીય આકાંક્ષા યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (યુએનડીપી) માં ઓડિટ કો-ઓર્ડીનેટર છે.

34-yr-old Indian-origin Arora Akanksha announces candidacy to be UN chief |  EditorJi

જ્યારે આકાંક્ષા છ વર્ષની હતી ત્યારે તેનો પરિવાર સાઉદી અરેબિયા ગયો હતો. ત્યારબાદ તેણીએ કેનેડાના ટોરન્ટોની યોર્ક યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ અકાંક્ષાએ કોલંબિયા યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી લીધી. આકાંક્ષા પાસે ઓવરસીઝ સિટીઝન શિપ કાર્ડ (OCI) અને કેનેડાના પાસપોર્ટ છે. યુ.એસ. અથવા અન્ય દેશો તરફથી ટેકો મળશે કે નહીં તે અંગે હજી નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે પોતે પણ હજી સુધી કોઈ દેશના સમર્થનની અપીલ કરી નથી.

Indian-origin employee at UN announces her candidacy for its  Secretary-General | India News,The Indian Express

સોશિયલ મીડિયામાં ‘UNOW’ અભિયાન શરૂ થયું

યુકેના સેક્રેટરી જનરલ પદના દાવાને લઈને આકાંક્ષાએ ઝુંબેશ અને સોશિયલ મીડિયામાં એક અભિયાન શરૂ કર્યું છે. તેને ટ્વિટર પર ‘UNOW‘ નામ આપવામાં આવ્યું છે. આકાંક્ષાએ પણ તેના હરીફ ગુટરસ પર મૌખિક હુમલો શરૂ કરી દીધો છે. તેમણે કહ્યું કે ગુટરસ આ વિશ્વની સંસ્થામાં સુધારો લાવવામાં નિષ્ફળ ગયો છે.

Election / Live update :ઉમરગામના નારોગલ ખાતે મતદાનનો બહિષ્કાર, 12 વાગ્યા સુધી એક પણ મત પડ્યો નહી