Not Set/ બાળક નહી થતા પતિએ પત્નિને આપ્યા ત્રિપલ તલાક, ઘરની બહાર નિકાળી

સરકાર દ્વારા સંસદમાં ત્રિપલ તલાક બિલને પાસ કરાવ્યા બાદ મુસ્લિમ મહિલાઓએ ખુબ ખુશી વ્યક્ત કરી હતી. તેઓને આ કૂ પ્રથા સામે કાયદો બન્યા બાદ ઘણી રાહત થશે તેવી આશા હતી પરંતુ શું આ કાયદો બન્યા બાદ આવા કેસો બંધ થઇ ગયા છે. જવાબ છે ના. કેમ એવુ છે કે જનતા કાયદાને પોતાના પગ નીચે રગદોળી […]

India
tripalll talaq બાળક નહી થતા પતિએ પત્નિને આપ્યા ત્રિપલ તલાક, ઘરની બહાર નિકાળી

સરકાર દ્વારા સંસદમાં ત્રિપલ તલાક બિલને પાસ કરાવ્યા બાદ મુસ્લિમ મહિલાઓએ ખુબ ખુશી વ્યક્ત કરી હતી. તેઓને આ કૂ પ્રથા સામે કાયદો બન્યા બાદ ઘણી રાહત થશે તેવી આશા હતી પરંતુ શું આ કાયદો બન્યા બાદ આવા કેસો બંધ થઇ ગયા છે. જવાબ છે ના. કેમ એવુ છે કે જનતા કાયદાને પોતાના પગ નીચે રગદોળી રહી છે. તાજેતરમાં જ એક ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે જેમા એક પતિએ બાળક ન થતુ હોવાના કારણે તેની પત્નિને ત્રિપલ તલાક આપી ઘરથી બહાર નિકાળી દીધી છે. આ બનાવ બહરાઇચ જિલ્લાનાં રુપઈડીહા વિસ્તારનો હોવાનુ સામે આવી રહ્યુ છે.

અપર પોલીસ અધિક્ષક રવિન્દ્રસિંહે શનિવારે જણાવ્યું હતું કે, રુપઈડીહા થાના અતર્ગત રામપુર દાખિલા જૈતાપુર ગામની સાજરુનિસ્સાનાં નિકાહ 14 વર્ષ પહેલા પડોશી જનપદ શ્રાવસ્તીનાં મલ્હીપુર વિસ્તારમાં થયા હતા. સાજનિસ્સાનો પતિ શમશેર ખાન મુંબઇમાં નોકરી કરે છે. લગ્ન બાદ તે પત્નીની સાથે મુંબઇ ચાલ્યો ગયો હતો. પીડિતાએ આરોપ લગાવ્યો છે કે, તેના પતિ અને સાસરિયાઓ દહેજને લઇને તેને વારંવાર ત્રાસ આપતા હતા. લગ્નનાં એક વર્ષ પછી પણ સંતાન ન થયા બાદ પીડિતાનાં પતિ અને સાસરિયાઓએ તેને વધુ ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું અને રુપઈડીહા થાના અતર્ગત સ્થિત તેના પિયર છોડી આવ્યા હતા.

સાજરુનિસ્સાએ આરોપ કર્યો છે કે, 15 દિવસ પહેલા તેનો પતિ શ્રાવસ્તી જિલ્લાનાં મલ્હીપુર વિસ્તારમાં તેના ઘરે મુંબઇ આવ્યો હતો. ત્યા તેણે સાજરુનિસ્સાને કહ્યું કે, તે સંતાન ન હોવાથી બીજા લગ્ન કરવા માંગે છે. ફરિયાદ અનુસાર, સાજરુનિસ્સાએ દ્વારા વિરોધ કર્યા બાદ તેને માર મારવામાં આવ્યો હતો. મારા-મારી અને બીજા લગ્નની વાત સાંભળીને સાજરુનિસ્સાનો ભાઈ જલાલુદ્દીન તેના સાસરે ઘરે આવ્યો હતો. સાસરીમાં તેના ભાઇની સામે શમશેરે ત્રિપલ તલાક આપ્યા અને બંનેને ઘરથી બહાર ભગાડ્યા હતા.

અપર પોલીસ અધિક્ષક, સિંહે જણાવ્યું હતું કે શુક્રવારે સાજરુનિસ્સાની તહરીર પર પોલીસે આઈપીસીની વિવિધ કલમો હેઠળ તેના પતિ શમશેર ઉર્ફે ગુલામ ખાન, સસરા જુમ્મન ખાન, દેવર નિસાર ખાન અને નંદન શાકરુન વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. છે. પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી હોવાનુ સામે આવ્યુ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.