સુરેન્દ્રનગર/ લીંબડી તાલુકાના બોડીયા ગામની ભોગાવા નદીમાં થઈ રહી છે રેતીની બેફામ ચોરી

લીંબડી તાલુકાના બોડીયા ગામના ભોગાવા નદીમાં બેફામ રીતે બેરોકટોક રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. 3 વોશ પ્લાન્ટને મંજૂરી છતાં 6 પ્લાન્ટમાંથી રેતી ચોરી થઈ રહી છે

Gujarat
15 14 લીંબડી તાલુકાના બોડીયા ગામની ભોગાવા નદીમાં થઈ રહી છે રેતીની બેફામ ચોરી

લીંબડી તાલુકાના બોડીયા ગામના ભોગાવા નદીમાં બેફામ રીતે બેરોકટોક રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. 3 વોશ પ્લાન્ટને મંજૂરી છતાં 6 પ્લાન્ટમાંથી રેતી ચોરી થઈ રહી છે. વોશ પ્લાન્ટોમાં વીજ ચોરી થતાં ગામમાં લો-વોલ્ટેજ સહિતની વીજ સમસ્યાઓ વધી ગઈ છે. હપ્તારાજ ન હોય તો કેવી રીતે થઈ શકે છે ગેરકાયદેસર વોશ પ્લાન્ટો? સહિત અનેક સવાલો પંથકના લોકોમાં ચર્ચાનો વિષય બની ગયા છે. મામલતદાર, ખાણ ખનીજ વિભાગમાં કરેલી અનેક અરજી ફેંકી દેતાં હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો છે.

સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી તાલુકાના બોડીયા ગામની ભોગવા નદીમાં ચાલી રહેલા રેતી ખનનના કારણે સ્થાનિક લોકો પણ પરેશાન થઇ રહ્યા છે. દિવસેને દિવસે નદી વધૂને વધૂ ઉંડીબની રહી છે. અનેક વખત રજૂઆતો છતા આ બાબતે કોઇ જ નકર પગલા લેવામાં આવ્યા નથી ત્યારે ગ્રામજનોમાં રોષ ફેલાવો સ્વાભાવિક વાત છે. તત્વરે આ બાબતે યોગ્ય પગલા લેવામાં આવે તો નદીના પટને અને નદીને વધૂ ઉંડી થતી બચાવી શકાય છે.