બેરોજગારી/ રાજ્યમાં તલાટીની 3400 જગ્યાઓ માટે અધધ 17 લાખ અરજીઓ!

તલાટીની 3,400 જગ્યા માટે 17 લાખ અરજી આવી હોય તેવી પ્રથમ ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે.

Top Stories Gujarat
8 8 રાજ્યમાં તલાટીની 3400 જગ્યાઓ માટે અધધ 17 લાખ અરજીઓ!

દેશ અને રાજ્યમાં બેકારીની સમસ્યાએ માઝા મૂકી છે, આજે લાખો શિક્ષિત બેરોજગારો નોકરી વગર બેકાર જોવા મળી રહ્યા છે,સામાન્ય રીતે સરકારની કોઇપણ નોકરીની જાહેરાત બહાર પડે ત્યારે જેટલી વેકેનસી હોય તેનાથી અધધ અરજીઓ આવે છે, જે બતાવે છે કે રાજ્યમાં કેટલી બેકારી છે. તલાટીની 3,400 જેટલી જગ્યાઓ માટે 17 લાખ જેટલા ફોર્મ ભરાયા છે. ઉમેદવારોની આ સંખ્યા બેકારીનું નિર્દેશ સૂચવે છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં જેવી સરકારી નોકરીની જાહેરાત પડે કે લાખો અરજીઓ થતી હોય છે, ત્યારે વર્તમાન સમયમાં સરકારી નોકરીમાં તલાટીની ભરતી માટે રેકોર્ડ બ્રેક અરજીઓ કરવામાં આવી છે. જેના આંકડા આજે અમે તમને આપી રહ્યા છીએ. તલાટીની 3,400 જગ્યા સામે લાખો યુવાનોએ અરજી કરી છે. 3,400 જગ્યા માટે 17 લાખ અરજી કરાઈ છે. જે અત્યાર સુધીની તમામ ભરતીઓમાં વધુ છે. રાજ્યમાં કોઈ ભરતીમાં સૌથી વધુ અરજીઓ થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે. તલાટીની 3,400 જગ્યા માટે 17 લાખ અરજી આવી હોય તેવી પ્રથમ ઘટના સામે આવતા ખળભળાટ મચ્યો છે.

તલાટીની ભરતીમાં ફોર્મ ભરવામાં ભૂલ વાળી 1 લાખ અરજી તો માત્ર રદ કરાઈ છે,સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં હાલ 3 લાખથી વધુ શિક્ષિત બેરોજગારો છે. જ્યારે 17 હજાર 816 અર્ધ શિક્ષિત બેરોજગારો રાજ્યમાં ફરી રહ્યા છે.જેટલા વર્ષો તૈયારીમાં પસાર થાય ત્યાં સુધીમાં નવા ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો પણ મેદાનમાં હોય છે અને સામે મોંઘવારી પણ વધતી જાય છે. અંતે તો જે સરકારી નોકરી મેળવે તેને જ માન મળે છે