Election/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના કુલ 219 ઉમેદવારોની બિનહરીફ જીત, પ્રદેશ પ્રમુખ પાટીલની સત્તાવાર જાહેરાત

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં આજે ભાજપનો ભગવો ફરીથી લહેરાયો છે. મતદાન વિના જ અનેક બેઠકો પર ભાજપની જીત થઈ છે.ખાસ કરીને કડી અને ઉના પાલિકામાં ભગવો

Top Stories
cr સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના કુલ 219 ઉમેદવારોની બિનહરીફ જીત, પ્રદેશ પ્રમુખ પાટીલની સત્તાવાર જાહેરાત

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં આજે ભાજપનો ભગવો ફરીથી લહેરાયો છે. મતદાન વિના જ અનેક બેઠકો પર ભાજપની જીત થઈ છે.ખાસ કરીને કડી અને ઉના પાલિકામાં ભગવો લહેરાયો છે. પાલિકા અને પંચાયતમાં કુલ 219 બેઠકો પર ભાજપે કોંગ્રેસના ઉમેદવારો સામે બિન હરીફ જીત હાંસિલ કરી છે.ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.

Election / ભાજપ હવે રામ ભરોસે, પ્રદેશ અધ્યક્ષ પાટીલે 21 મિનિટના ભાષણમાં 14 મિનીટ રામ મંદિર, કલમ 370 વગેરે મુદ્દાઓ ગણાવ્યા

ઉનાની 36 માંથી 21 બેઠકો પર ભાજપ બિન હરીફ રહ્યું છે. આ ઉપરાંત કુલ મળીને જિલ્લા પંચાયતની 24 બેઠકો પર ભાજપ બિન હરીફ રહ્યું છે.જ્યારે તાલુકા પંચાયતની 110 બેઠકો પર ભાજપ બિનહરીફ રહ્યું છે. આ ઉપરાંત નગરપાલિકામાં પણ 85 બેઠકો પર ભાજપ બિન હરીફ રહ્યું છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના ધોરાજી અને ગોંડલ તાલુકાના ઉમેદવારો પણ બિનહરીફ થયા છે.મતદાન પ્રક્રિયા યોજાય તે પહેલાં જ મતદાન કર્યા વિના ભાજપના અનેક ઉમેદવારોએ બિન હરીફ રીતે જીત પ્રાપ્ત કરી છે.આ બદલ ભાજપના ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ પ્રદેશ પ્રમુખે તમામને શુભેચ્છા પણ પાઠવી છે.

Maharashtra / શું મુંબઈમાં ફરી થશે લોકડાઉનની? કોરોના કેસ વધતા મેયર અદિતિ પેડનેકરે કહ્યું આવું…

binhaif bhajap સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના કુલ 219 ઉમેદવારોની બિનહરીફ જીત, પ્રદેશ પ્રમુખ પાટીલની સત્તાવાર જાહેરાત

bin harif bhajap 2 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના કુલ 219 ઉમેદવારોની બિનહરીફ જીત, પ્રદેશ પ્રમુખ પાટીલની સત્તાવાર જાહેરાત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…