Not Set/ #Budget2019 : બજેટ બાદ આ ચીજોનાં વધ્યા ભાવ જ્યારે આ ચીજ થઈ સસ્તી, જાણો

નાણાં મંત્રી નિર્મલા સીતારમને બજેટ 2019 રજૂ કરી દીધુ છે. આ બજેટમાં વિશેષ ધ્યાન ગરીબો, ખેડૂતો અને મધ્યમવર્ગ પર રાખવામાં આવ્યુ છે. પરંતુ સાથે ઘણા એવા પણ એલાન કર્યા છે કે જે તમારી પોકેટમાં રહેલા નાણાંને વધુ ખંખેરી શકે છે. બજેટમાં પેટ્રોલ-ડિઝલ, સોના અને અન્ય ઘણી ચીજો પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે જેના કારણે […]

Top Stories
pjimage 59 #Budget2019 : બજેટ બાદ આ ચીજોનાં વધ્યા ભાવ જ્યારે આ ચીજ થઈ સસ્તી, જાણો

નાણાં મંત્રી નિર્મલા સીતારમને બજેટ 2019 રજૂ કરી દીધુ છે. આ બજેટમાં વિશેષ ધ્યાન ગરીબો, ખેડૂતો અને મધ્યમવર્ગ પર રાખવામાં આવ્યુ છે. પરંતુ સાથે ઘણા એવા પણ એલાન કર્યા છે કે જે તમારી પોકેટમાં રહેલા નાણાંને વધુ ખંખેરી શકે છે. બજેટમાં પેટ્રોલ-ડિઝલ, સોના અને અન્ય ઘણી ચીજો પર કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે જેના કારણે લોકોને પરેશાનીમાં વધારો થવો નિશ્ચિત છે. પેટ્રોલ-ડિઝલની કિંમત વધતા તેની સીધી અસર લોકોનાં જનજીવન પર પડશે. જેના કારણે શાકભાજી સાથે અન્ય ઘણી ચીજોનાં ભાવમાં પણ વધારો જોવા મળશે.

શું થયુ છે મોંઘુ

નિર્મલા સીતારમને બજેટ રજૂ કરતા જણાવ્યુ કે, સોના પર ભાવ વધારતા તેને 10 ટકાથી વધારીને 12.5 ટકા કરી દેવામાં આવેલ છે. તેમણે કહ્યુ કે, તંબાકુ પર પણ વધારે શુલ્ક લગાવવામાં આવશે. પેટ્રોલ-ડિઝલ પર 1-1 રૂપિયાનો વધુ સેસ લગાવવામાં આવશે. આયાત કરેલ પુસ્તકો પર 5% કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે. સીસીટીવી, પીવીસી અને માર્બલ પર પણ કસ્ટમ ડ્યૂટી વધારવામાં આવી છે.

શું થયુ સસ્તુ

2019 નાં સામાન્ય બજેટમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં, ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી દર 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો હતો. આ સિવાય, ઇલેક્ટ્રિક વાહનો ખરીદી માટે લેવામાં આવેલ લોન પર ચુકવવામાં આવેલ વ્યાજ પર 1.5 લાખ રૂપિયાની વદુ ઇનકમ ટેક્સ છૂટ પણ મળશે. સરકાર આ પગલા દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને લોકો માટે સસ્તી બનાવવા માંગે છે.

નિર્મલા સીતારમને પોતાના પહેલા બજેટમાં ઘણી મોટી ઘોષણાઓ કરી છે. આ ઘોષણાઓમાં રેલ્વેમાં પ્રાઇવેટ ભાગેદારી વધારવાથી લઇને દેશમાં જલ્દી આદર્શ ભાંડુ કાયદો અમલમાં મુક્યા સુધી શામિલ છે. “દરેક ઘરમાં પાણી, દરેક ઘરમાં નળ” મુજબ 2024 સુધી દરેક ઘરમાં નળથી થશે પાણીની અપૂર્તિ. ગ્રામ્ય બજારથી ગામને જોડવા માટે રસ્તાને અપગ્રેડ કરવામાં આવશે. જે માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનાં ત્રીજા ચરણમાં 1,25,000 કિલોમીટર લાંબા રસ્તાને આવતા પાંચ વર્ષોમાં અપગ્રેડ કરવામાં આવશે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.