અમિત શાહ/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે, દાંડીમાર્ચ સાયકલ યાત્રામાં આપી હાજરી

ચાર રાજ્યમાં ભવ્ય જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે વહેલી સવારે અમિત શાહ કોચરબ આશ્રમની મુલાકાતે પહોચ્યા હતા. ત્યાર બાદ દાંડીમાર્ચ સાયકલ યાત્રા કાર્યકમમાં પણ હાજરી આપી છે

Top Stories Ahmedabad Gujarat
amit

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત મુલાકાતે
અમિત શાહ પહોંચ્યા કોચરબ આશ્રમ
કોચરબ આશ્રમમાં દાંડી માર્ચ યાત્રાનું આયોજન
દાંડીમાર્ચ સાયકલ યાત્રા કાર્યકમમાં આપી હાજરી

ચાર રાજ્યમાં ભવ્ય જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે વહેલી સવારે અમિત શાહ કોચરબ આશ્રમની મુલાકાતે પહોચ્યા હતા. ત્યાર બાદ દાંડીમાર્ચ સાયકલ યાત્રા કાર્યકમમાં પણ હાજરી આપી છે. આ સાયકલ યાત્રા 7 દિવસ સુધી ચાલશે. તેમજ RSS કાર્યક્રમમાં પણ અમિત શાહ હાજરી આપી શકે છે. અમિત શાહની મુલાકાતના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો:/PM મોદીએ રોડ શોમાં ખાસ કેસરી ટોપી પહેરી હતી, હવે તે આકર્ષણ  અને ચર્ચાનું કેન્દ્ર બની છે…

આપને જણાવી જઈએ કે, લગભગ 10 મહિના બાદ વડાપ્રધાન મોદી પણ ગુજરાત આવ્યા હતા. તેમના ભવ્ય સ્વાગતમાં લાખો લોકો અમદાવાદના માર્ગો પર પહોંચ્યા હતા. ખુલ્લી જીપમાં સવાર થઈને વડાપ્રધાન મોદી લોકોની વચ્ચે આવ્યા. યુપી સહિત ચાર રાજ્યોમાં ભાજપની ભવ્ય જીતની ઉજવણી ગુજરાતમાં જ થઈ રહી છે, તેવો માહોલ સજાવવામાં આવ્યો છે. ફુગ્ગાઓ  લગાવવામાં આવ્યા હતા. અને વડાપ્રધાન મોદી પર હવામાં ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.  જાણે આખું ગુજરાત વડાપ્રધાન મોદીને આવકારવા ઊમટી પડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં સૌથી મોટું આકર્ષણ ભાજપની ભગવા રંગની ટોપી છે.

અત્યાર સુધીના તમામ કાર્યક્રમોમાં મોટાભાગના કાર્યકરો કેસરી સ્કાર્ફ પહેરતા હતા. જો કે, આ વખતે પ્રથમ વખત પીએમના શોમાં કાર્યકરો દ્વારા પહેરવામાં આવેલી કેપ ખૂબ જ આકર્ષિત થઈ હતી. વડાપ્રધાન મોદીનો આ રોડ શો ગુજરાત વિધાનસભાની ચૂંટણીની પૂર્વ તૈયારી છે. ભાજપના સભ્ય હિરેન કોટકે જણાવ્યું કે કેપની ડિઝાઈન ખાસ બનાવવામાં આવી છે. કેપ પર ચિકન એમ્બ્રોઇડરી વર્ક સાથે BJP લખેલું છે. કેસરી ઉપરાંત, ટોપી પર લીલો અને સફેદ રંગ પણ છે, જે ત્રિરંગાનું પ્રતિનિધિત્વ કરે છે.

અન્ય એક કાર્યકર્તાએ આ વિશે જણાવ્યું કે 80થી 90ના દાયકામાં લોકો જનસંઘના કાર્યક્રમોમાં આવી કેપ પહેરતા હતા. જે બાદ હવે આવી ટોપી જોવા મળી છે. કમલમ કાર્યાલય ખાતે સાંજે યોજાનારી રાજ્યની બેઠકમાં ઉપસ્થિત તમામ ભગવા રંગની ટોપી પહેરીને હાજર રહેશે. શક્ય છે ભાજપની ભગવી ટોપી હવે વિધાનસભાની ચૂંટણી સુધી ભાજપના દરેક કાર્યક્રમમાં ભાજપના તમામ નેતાઓ, કાર્યકરો અને લોકોએ પહેરવી પડશે.