Not Set/ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની બેઠક, રેલવે એન્જિ, ડીફેન્સ સહિતના મુદ્દે ચર્ચા

રાજકોટ, રાજકોટમાં એન્જિનિયરિંગ હોલ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડિવાય અને ઉદ્યોગપતિઓ વચ્ચે બેઠક યોજાઈ. જેમાં રેલવે એન્જિનિયરિંગ, ડિફેન્સ અને શિપિંગ મુદ્દે ચર્ચા કરવામાં આવી. વિદેશમાંથી પાર્ટ્સ ઈમ્પોર્ટ કરવાના બદલે અહીંથી પાર્ટ્સ બનાવતા ઉદ્યોગપતિ સાથે વાત કરી રાજકોટના ઉદ્યોગને આગળ વધારવા નિર્ણય કરવામાં આવ્યો. રાજકોટ ગોંડલ રોડ પર નેશનલ હાઇવેના પ્રોજેકટ અંતર્ગત ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આગામી […]

Top Stories Rajkot
mantavya 265 કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની બેઠક, રેલવે એન્જિ, ડીફેન્સ સહિતના મુદ્દે ચર્ચા

રાજકોટ,

રાજકોટમાં એન્જિનિયરિંગ હોલ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડિવાય અને ઉદ્યોગપતિઓ વચ્ચે બેઠક યોજાઈ. જેમાં રેલવે એન્જિનિયરિંગ, ડિફેન્સ અને શિપિંગ મુદ્દે ચર્ચા કરવામાં આવી.

વિદેશમાંથી પાર્ટ્સ ઈમ્પોર્ટ કરવાના બદલે અહીંથી પાર્ટ્સ બનાવતા ઉદ્યોગપતિ સાથે વાત કરી રાજકોટના ઉદ્યોગને આગળ વધારવા નિર્ણય કરવામાં આવ્યો.

રાજકોટ ગોંડલ રોડ પર નેશનલ હાઇવેના પ્રોજેકટ અંતર્ગત ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આગામી ડિસેમ્બર માસ સુધી ગોંડલ રોડ ચાર રસ્તા પર બ્રિજની કામગીરી શરૂ કરાશે.

તો શાપર-વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને ધ્યાનમાં રાખીને 1200 મીટરનો ઓવરબ્રિજ બનાવવામાં આવશે. તો બુલેટ ટ્રેનમાં ફન્ડિંગ અટકી જવાની વાત અંગે તેમણે કહ્યું હતું કે જાપાન મદદ નહીં કરે તેવો કોઈ સવાલ જ નથી.જાપાનની મદદથી બને એટલી ઝડપથી બુલેટ ટ્રેન દોડશે.