Not Set/ UNLOCK 1.0/ અમદાવાદ-ગાંધીનગર બસ સેવા થશે શરૂ, વચ્ચેથી કોઈ જ પેસેન્જર લેવામાં નહિં આવે..!

ગુજરાત સરકાર દ્વારા અનલૉકની છૂટછાટોની જાહેરાત કર્યા બાદ સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સરકારે આ જાહેરનામાં મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં હવે STની બસો સાથે 50 ટકા કેપેસિટી સાથે ખાનગી બસો પણ દોડશે. જ્યારે સોમવારથી અમદાવાદ સુરતમાં આ ખાનગી બસો 50% કેપેસિટી સાથે દોડશે. રાજ્યમાં Unlock 1.0  અંતર્ગત કઈ કઈ બાબતોની છૂટ મળી છે […]

Uncategorized
2942dc63cd7446d3f98a25c4e69fc80d UNLOCK 1.0/ અમદાવાદ-ગાંધીનગર બસ સેવા થશે શરૂ, વચ્ચેથી કોઈ જ પેસેન્જર લેવામાં નહિં આવે..!

ગુજરાત સરકાર દ્વારા અનલૉકની છૂટછાટોની જાહેરાત કર્યા બાદ સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સરકારે આ જાહેરનામાં મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં હવે STની બસો સાથે 50 ટકા કેપેસિટી સાથે ખાનગી બસો પણ દોડશે. જ્યારે સોમવારથી અમદાવાદ સુરતમાં આ ખાનગી બસો 50% કેપેસિટી સાથે દોડશે. રાજ્યમાં Unlock 1.0  અંતર્ગત કઈ કઈ બાબતોની છૂટ મળી છે તેનો ઉલ્લેખ આ જાહેરનામામાં કરવામાં આવ્યો છે.

આ સંદર્ભમાં વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુએ જણાવ્યું છે કે રાજ્ય સરકારના કર્મચારીઓ અને કચેરીઓ માટે એસ.ટી દ્વારા ચલાવવામાં આવતી અમદાવાદ ગાંધીનગરની પોઇન્ટ બસ સેવાઓ આવતી કાલ 1 જૂન થી માત્ર અમદાવાદ મહાનગરના કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાંથી ગાંધીનગર આવવા શરુ કરવામાં આવશે.

વાહન વ્યવહાર મંત્રી આર સી ફળદુએ આ અંગેની વિગતો આપતા કહ્યું કે ગૃહ વિભાગ ના જાહેરનામા અનુસાર આ પોઇન્ટ બસ સેવાઓ બસની કુલ પેસેન્જર કેપેસિટી ના 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરવામાં આવશે તેમજ કોઈ પેસેન્જર આ પોઇન્ટ સેવાની બસમાં ઊભા રહી ને મુસાફરી નહિ કરી શકે.

આ બસ સેવાઓ પોઇન્ટ ટુ પોઈન્ટ શરૂ કરવામાં આવશે એટલે કે વચ્ચેના રૂટ પરથી કોઈ પેસેન્જર લેવામાં આવશે નહિ એટલુ જ નહિ મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને ફરજિયાત માસ્કનો ઉપયોગ પણ કરવાનો રહેશે. બસમાં પ્રવેશ આપતા પૂર્વે પ્રત્યેક મુસાફરોનું ટેમ્પ્રેચેર પણ ચેક કરવામાં આવશે.

આ હેતુસર દરેક મુસાફરે બસ ઉપાડવા ના નિર્ધારિત સમય થી 15 મિનિટ પહેલા પોઇન્ટ પર પહોંચવાનું રહેશે અને આવી બસોને દરેક ટ્રીપ બાદ સંપૂર્ણ સેનીટાઇઝ કરવામાં આવશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.