Not Set/ Unlock 5.0/ સિનેમા-મલ્ટીપ્લેક્સ, પર્યતન સહિતની ગતિવિધિઓમાં મળી શકે છે છૂટ, પણ સાથે…

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચમાં કોરોના ચેપને રોકવાનાં ઈરાદા સાથે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉનને કારણે અટકેલા અર્થતંત્રને વેગ આપવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલોકની ઘોષણા કરી હતી. 30 સપ્ટેમ્બરનાં રોજ, એટલે કે આવતીકાલે અનલોકનો ચોથો તબક્કો પૂરો થવાની સાથે જ દેશ તેના પાંચમા તબક્કામાં પ્રવેશ કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ માટે […]

Uncategorized
172ab3ea5a343890d0236bd13217d4f6 1 Unlock 5.0/ સિનેમા-મલ્ટીપ્લેક્સ, પર્યતન સહિતની ગતિવિધિઓમાં મળી શકે છે છૂટ, પણ સાથે...
 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચમાં કોરોના ચેપને રોકવાનાં ઈરાદા સાથે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. લોકડાઉનને કારણે અટકેલા અર્થતંત્રને વેગ આપવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અનલોકની ઘોષણા કરી હતી.

30 સપ્ટેમ્બરનાં રોજ, એટલે કે આવતીકાલે અનલોકનો ચોથો તબક્કો પૂરો થવાની સાથે જ દેશ તેના પાંચમા તબક્કામાં પ્રવેશ કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આ માટે માર્ગદર્શિકા આજે કોઈપણ સમયે જારી કરી શકાય છે. 1 સપ્ટેમ્બરથી શરૂ થયેલા અનલોક 4 માં કેન્દ્ર સરકારે પ્રથમ વખત મેટ્રો સેવાઓ ફરીથી શરૂ કરવા જેવી વિવિધ મહત્વપૂર્ણ છૂટ આપી હતી. આ સાથે ધોરણ 9-12 નાં વર્ગો માટે આંશિકરૂપથી ફરીથી ખોલવામાં આવ્યા.

હવે, 1 ઓક્ટોબરથી અનલોકનાં પાંચમા તબક્કા માટે અટકળો તીવ્ર બની છે. ગયા અઠવાડિયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારે અસરગ્રસ્ત સાત કોરોના રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથેની તેમની બેઠકમાં micro-containmen’  ઝોન સૂચવ્યું હતું. તહેવારોની સીઝનને કારણે, અપેક્ષાઓ છે કે કેન્દ્ર અનલોક માટે વધુ ગતિવિધિઓ ખોલશે. જો કે તે પણ ચર્ચાનો વિષય છે કે, આ અનલોક 5 માં સરકાર જો સિનેમા હોલ, પર્યટન, શાળા અને કોલેજો ખોલવાની જાહેરાત કરે છે તો તેના કારણે કોરોનાનાં કેસને કાબુમાં લાવી શકાશે. જો કે તે વાત પણ સાચી છે કે જો હજુ વધારે સમય સુધી અમુક ગતતિવિધિઓમાં ખોલવામાં ન આવી તો અર્થતંત્રને વધારે મોટી અસર થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.