warka/ કોરોનાનો નવો વેરિયેન્ટ JN.1 દેશભરમાં ફેલાયો, અમદાવાદમાં એકટિવ કેસમાં થયો વધારો

દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે. કેરળ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં પણ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા વધી રહી છે.

Top Stories India Uncategorized

દેશમાં કોરોના ફરી માથું ઉચકી રહ્યો છે. કોરોનાનો નવો વેરિયેન્ટ ઓમિક્રોન સબ વેરિયેન્ટ JN.1 દેશભરમાં ફેલાઈ રહ્યો છે. સોમવારે કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ કેસ નોંધાયા. નવા વર્ષની શરૂઆતમાં કોરોનાના કેસમાં 22 ટકાનો વધારો જોવા મળ્યો. કેરળમાં સૌથી વધુ કોરોનાના નવો વેરિયેન્ટ JN.1ના કેસમાં વધારો થયો જ્યારે અમદાવાદમાં કોરોના દર્દીઓની સંખ્યા 50થી વધુ જોવા મળી. નવા વર્ષના પ્રથમ દિવસે 3 પોઝિટીવ કેસ આવ્યા જેમાં બે પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. અમદાવાદમાં બોડકદેવ, વેજલપુર, ઓઢવ જેવા વિસ્તારોમાં કોરોનાના વધુ કેસ જોવા મળ્યા.

દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે. કેરળ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં પણ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા વધી રહી છે. મહારાષ્ટ્રથી બે લોકો ગુજરાત પરત ફર્યા બાદ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં એકટિવ કેસની સંખ્યા 60 થઈ છે જ્યારે દેશભરમાં 636 લોકો કોરોના સંક્રમિત હોવાના ચોંકાવનાર આંકડા સામે આવ્યા છે.

દિનપ્રતિદિન કોરોના કેસ વધતા વહિવટિતંત્ર ચિંતિત બનતા લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાના નિર્દેશો જારી કર્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કેરળના બે અને તમિલનાડુના એક વ્યક્તિનું કોરનાના કારણે મોત નિપજ્યું. કોરોના નવા વેરિયેન્ટના કુલ કેસોનો આંકડો નવા વર્ષની શરૂઆતમાં 196 પર પંહોચી ગયો છે. કર્ણાટક અને મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. કર્ણાટકમાં દૈનિક કેસની સંખ્યા 100થી વધી છે જ્યારે કર્ણાટકમાં ત્રણ અઠવાડિયામાં કોરોના કેસમાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો. આ સૂચવે છે કે કોરોના નવો વેરિયેન્ટ બહુ ઝડપી સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ચેતવણી આપી છે કે શિયાળાની ઠંડી સાથે કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે. જો કે રસીના કારણે કોવિડનું ઓછું જોખમ જોવા મળી શકે. કોરોના નવા વેરિયેન્ટ JN.1માં બીએ-2-86 વેરિયેન્ટની સરખામણીમાં સ્પાઈક પ્રોટીનમાં વધારાનું મ્યુટેશન છે. કોવિડ કરતા નવો વેરિયેન્ટ JN.1 વધુ ખતરનાક હોવાના અહેવાલ હજુ સુધી સામે ના આવતા વધુ ગંભીર માની શકાય નહિ. છતાં માસ્ક પહેરવા, ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવા અને હાથ-પગ નિયમિત રીતે સ્વચ્છ રાખવા જેવા કોવિડ નિયમોનું પાલન કરવાને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સૂચન કર્યું છે.