announced/ રાજકોટમાં અનલોક 8ના આદેશો 31 જાન્યુઆરી સુધી અમલી : પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં પહેલા કરતા પરિણામ સારું જોવા મળી રહ્યું છે. તેમ છતાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે

Top Stories Gujarat
1

કોરોના સંક્રમણની પરિસ્થિતિમાં પહેલા કરતા પરિણામ સારું જોવા મળી રહ્યું છે. તેમ છતાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે ત્યારે આ વાયરસની વૈશ્વિક મહામારી તકેદારીના ભાગ રૂપે લોકોની વધુ અવર-જવરવાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા 31 જાન્યુઆરી સુધી અનલોક-8ની મુદત વધારવામાં આવી છે.આ સિવાય જાહેરનામામાં દર્શાવેલ કુલ 28 બાબતોનો પ્રતિબંધ રહેશે.શહેરમાં રાત્રિ કર્ફયુ અમલમાં હોવાથી કર્ફયુ સમય દરમ્યાન લગ્નસત્કાર સમારંભ જેવી અન્ય ઉજવણીઓ પર પ્રતિબંધ રહેશે. આ હુકમનો અમલ 31 જાન્યુઆરી સુધી કરવાનો રહેશે, જેના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Ahmedabad / ઉત્તરાયણ પર્વને લઈ પોલીસનું જાહેરનામું, પતંગ, ઉડાડવા અને પકડ…

રાજકોટ અનલોક 8ની ગાઈડલાઈન અંતર્ગત શહેર પોલીસ કમિશ્નરેટની હદ સુધીના સમગ્ર વિસ્તારમાં રાજકોટ શહેર પોલીસ કમિશનરે જાહેરમાં યોગ્ય રીતે ચહેરો ન ઢાંકવા બદલ વ્યક્તિ રૂ.1000 દંડ લાગુ કર્યો છે. જાહેરમાં થૂંકવા બદલ વ્યક્તિ રૂ. 500ના દંડને પાત્ર થશે. કન્ટેઇમેન્ટ ઝોન/માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરેલ વિસ્તારમાં તેમજ ભવિષ્યમાં કન્ટેઇમેન્ટ ઝોન/માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તે સમગ્ર વિસ્તારમાં તા.31 જાન્યુઆરી સુધી લોકડાઉન અમલમાં રહેશે. આવા વિસ્તારોમાં માત્ર જીવન જરૂરીયાતની વસ્તુઓ અને તબીબી કારણોસર જ હેરફેર કરી શકાશે.

covid19 / આ રાજ્યમાં શાળા શરૂ થતાં જ બે શિક્ષકો કોરોના પોઝીટીવ જોવા મળ…

આ ઉપરાંત વધુમાં કામદારો કર્મચારીઓ/ દુકાનના માલીકો જેમના ઘર/મકાનો કન્ટેઇમેન્ટ/માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોનમાં આવે છે તેમને કન્ટેઇમેન્ટ કે માઇક્રો કન્ટેઇમેન્ટ ઝોન વિસ્તારમાંથી બહાર જવા પર પ્રતિબંધ રહેશે. સમગ્ર રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ પરવાનગી વગર કોઇ પણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઇ આયોજન કરવા નહીં કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહીં સમગ્ર રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત/ ગેરકાયદેસર રીતે ચાર કે ચાર થી વધુ વ્યક્તિઓએ સાથે કોઇપણ જગ્યાએ એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

ઉત્તરાયણ / ઉત્તરાયણ ઉજવણીનો મુદ્દો પહોંચ્યો ગુજરાત હાઇકોર્ટ, સરકાર વલણ …

આ ઉપરાંત રાજકોટ મહાનગર પાલીકા વિસ્તારમાં સરકારની કોરોનાની ગાઈડનું તમામ કચેરીઓમાં પાલન કરવાનું રહેશે. ફેરીયાઓ રાજકોટ મહાનગર પાલીકા દ્વારા નક્કી કરવામાં આવેલ જગ્યાઓએ વેપાર કરી શકશે. અને તેમાં ULB દ્વારા બહાર પાડેલ એસ.ઓ.પી.નું ચુસ્ત-પણે પાલન કરવાનું રહેશે.ઓટો રીક્ષામાં 1 ડ્રાઇવર તેમજ 2 મુસાફર સાથે પરિવહન કરી શકશે જેમાં ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે. કેબ્ઝ,ટેક્ષ, કેબ એગ્રીગેટર્સ તેમજ પ્રાઇવેટ કાર એક ડ્રાઇવર તથા 3 (ત્રણ) મુસાફર સાથે પરીવહન કરી શકશે. અને કેબ્ઝ, ટેક્ષી, કેબ એગ્રીગેટર્સ તેમજ પ્રાઇવેટર્સ તેમજ પ્રાઇવેટ કારમાં છ કે તેનાથી વધારે સીટીંગ કેપેસીટી હોય તો કાર એક ડ્રાઇવર તથા 4 મુસાફર સાથે પરીવહન કરી શકશે. જેમાં ફરજીયાત માસ્ક પહેરવાનું રહેશે.

કૃષિ આંદોલન / આખરે કેવી રીતે સમાપ્ત થશે કૃષી આંદોલન ? કૃષિ કાયદા રદ તો નહી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…