રેકોર્ડ/ ભારતીય ક્રિકેટને અલવિદા કહેનાર યુવા ખેલાડી ઉનમુક્ત ચંદે રચ્યો ઈતિહાસ

તાજેતરમાં ભારતીય ક્રિકેટને અલવિદા કહેનાર ઉન્મુક્ત ચંદે ઓસ્ટ્રેલિયા જઈને નવો ઈતિહાસ રચ્યો છે. મંગળવારે, ઉન્મુક્તે અહીં T20 લીગ બિગ બેશ લીગ (BBL 2022) માં ડેબ્યૂ કર્યું હતુ.

Top Stories Sports
ઉનમુક્ત ચંદ

તાજેતરમાં ભારતીય ક્રિકેટને અલવિદા કહેનાર ઉન્મુક્ત ચંદે ઓસ્ટ્રેલિયા જઈને નવો ઈતિહાસ રચ્યો છે. મંગળવારે, ઉન્મુક્તે અહીં T20 લીગ બિગ બેશ લીગ (BBL 2022) માં ડેબ્યૂ કર્યું હતુ. આ સાથે તે આ T20 લીગમાં રમનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. 28 વર્ષીય ખેલાડીને આ સીઝન માટે મેલબોર્ન રેનેગેડ્સે કરારબદ્ધ કર્યો છે. તેણે મેલબોર્નનાં ડોકલેન્ડ સ્ટેડિયમમાં હોબાર્ટ હરિકેન્સ સામે તેની ડેબ્યૂ મેચ રમી હતી.

આ પણ વાંચો – મનોરંજન / ઈંગ્લેન્ડને એશિઝમાં હરાવી ઓસ્ટ્રેલિયન ખેલાડીઓએ કરી બિયર પાર્ટી, લોકોએ કરી પોલીસમાં ફરિયાદ

આપને જણાવી દઇએ કે, ઉન્મુક્તે ગયા વર્ષે ભારતીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. તે પછી તે અમેરિકા શિફ્ટ થઈ ગયો અને તેણે અહીંથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. આ સાથે જ તેને બિગ બેશ લીગમાં ઓસ્ટ્રેલિયાનાં મર્યાદિત ઓવરોનાં કેપ્ટન એરોન ફિન્ચની આગેવાની હેઠળ મેલબોર્ન રેનેગેડ્સમાં રમવાની તક મળી. જો કે, તે તેની પ્રથમ ઇનિંગ્સમાં વધુ કંઈ કરી શક્યો ન હતો અને 8 બોલમાં માત્ર 6 રન બનાવીને ડીપ મિડ-વિકેટ પર કેચ આઉટ થયો હતો. નેપાળનાં ક્રિકેટર સંદીપ લામિછાણેએ તેને પોતાનો શિકાર બનાવ્યો હતો. રેનેગેડ્સની ટીમે તેને નંબર 4 પર બેટિંગ કરવાની તક આપી. આ મેચમાં રેનેગેડ્સને 75 રનની ઇનિંગ રમવા છતા 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઉન્મુક્તની વાત કરીએ તો તે આ દિવસોમાં અમેરિકામાં ક્લબ ક્રિકેટ રમી રહ્યો છે. વર્ષ 2012માં તેણે પોતાની કપ્તાનીમાં અંડર-19 વર્લ્ડકપમાં ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. તેને કદાચ ભારતની સિનિયર ટીમમાં રમવાની તક ક્યારેય નહીં મળે, પરંતુ તે દેશ માટે અંડર 19 પછી ઈન્ડિયા A અને અંડર 23 સુધી રમ્યો. આ સિવાય તે IPLમાં ત્રણ ફ્રેન્ચાઈઝી માટે રમ્યો છે.

આ પણ વાંચો – Cricket / ભારતીય ટેસ્ટ ટીમને જલ્દી જ મળશે કેપ્ટન, BCCI ટૂંક સમયમાં કરી શકે છે સત્તાવાર પુષ્ટિ

તેણે તેની ટૂંકી IPL કારકિર્દીમાં કુલ 21 મેચ રમી, જેમાં તેણે 300 રન બનાવ્યા. તેણે આ તમામ મેચો દિલ્હી ડેરડેવિલ્સ (હાલની દિલ્હી કેપિટલ્સ), રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી હતી. એક દાયકાની તેની પ્રથમ સીરીઝની કારકિર્દીમાં તેણે કુલ 67 મેચ રમી હતી. આજે જ્યારે તેણે BBLમાં ડેબ્યૂ કર્યું ત્યારે મેલબોર્ન રેનેગેડ્સે તેની આ તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી અને લખ્યું, ‘આ નવો રંગ તમારા પર સરસ લાગી રહ્યો છે.