disputed land/ ધાંગધ્રાના નરાળીના બોગસ ખેડૂતનું ખાતેદાર તરીકેનું પ્રમાણપત્ર રદ્દ કરવાનો અભૂતપુર્વ નિર્ણય

અધિકારીઓ કોર્ટના સ્ટેનું ખોટુ અર્થઘટન કરીને બોગસ ખેડૂત બનાવે છે

Top Stories Ahmedabad Gujarat
Beginners guide to 2024 06 27T174933.324 1 ધાંગધ્રાના નરાળીના બોગસ ખેડૂતનું ખાતેદાર તરીકેનું પ્રમાણપત્ર રદ્દ કરવાનો અભૂતપુર્વ નિર્ણય

Surendranagar News :ધ્રાંગધ્રાના નરાળી ગામમાં નીચલી કોર્ટના સ્ટેનું ખોટુ અર્થઘટન કરી અધિકારીઓના મેળાપીપણમાં રાજુ ભાઈલાલ સાહ અને કોઠારી ફેમીલીને બોગસ ખેડૂત બનાવી દેવાયા હતા તે બાબતને ગંભીરતાથી લઈને સુરેન્દ્રનગર કલેક્ટર કે.સી.સંપટે કેસને ગંભીરતાથી લઈ તાકીદની અસરથી આ બોગસ ખેડૂતોનું ખાતેદાર તરીકેનું પ્રમાણપત્ર રદ્દ કરવા પ્રશસ્ય નિર્ણય લીધો છે. આ કેસની વિગતો મંતવ્ય ન્યૂઝ પાસે આવતા તેની ધારદાર પ્રસ્તુતી કરાઈ હતી.જે બાબતને ગંભીરતાથી લઈ કલેક્ટરશ્રીએ તુંરત જ પગલા લેવા નીચેના અધિકારીઓને આદેશો જારી કર્યા હતા.

જે મુજબ જમીનના મહત્વના ગણાતા ડોક્યુમેન્ટ 7-12 માં પણ નોંધ કરવા નીચેના સ્ટાફને હુકમ આપી દીધો છે. હવે આ પ્રકરણમાં મદદરૂપ થનાર તે સમયના સર્કલ અધિકારી અને પ્રાંત અધિકારી સામે પગલા લેવાશે તેમ જણાય છે. કેમ કે ધ્રાંગધ્રાના તલાટીએ સરકારના હિતને નુકશાન થતું હોવાનું તેમની નોંધમાં જમાવ્યું હતું. જે બાબત સામે સર્કલ અને પ્રાંતે આંખ આડા કાન કર્યા હતા. આ અધિકારીઓએ રાજકીય દબાણવશ આમ કહ્યું હતું ? ખિસ્સા ગરમ કરીને આમ કર્યું હતું ? કે મેળાપીપણામાં આમ કર્યું હતું તે તપાસનો વિષય છે. સરકારી ડૂબની જમીનમાં કબજેદારના વારસદાર વારસાઈ કઈ રીતે કરી શકે ? તેવી સીધી અને સરળ બાબત પણ સમજી ન શકે તેવા તો અધિકારીઓ નહી હોય ને? ખેડા જિલ્લામાં અને વડોદરા જિલ્લામાં પણ આવા અનેક બોગસ ખેડૂતો ફૂટી નીકળ્યા છે.

આ અંગે ખુદ વડોદરાના ધારાસઊ્ય યોગેશ પટેલ અને સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર પણ અવાજ ઉઠાવી ચુક્યા છે.વડોદરા જિલ્લામાં આ જ કુટુંબો વીલના આધારે ખેડૂત બન્યા હોવાની બાબતે પણ વડોદરાના જિલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ થયેલી છે અને તેઓ પણ ટૂંકમાં જ પગલા લેશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.. ખોટી રીતે ખેડૂત બની ગયેલા બોગસ ખેડૂતો સામે રાજ્યના તમામ જિલ્લાઓમાં તપાસ થવી જોઈએ. જે પણ બોગસ ખેડૂત પકડાય તેની જમીન સરકારે જપ્ત કરી લેવી જોઈએ, બોગસ ખેડૂત સામે ફોજદારી કાર્યવાહી કરી જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ અને જે અધિકારીઓે મેળાપીપણામાં કે ભ્રષ્ટાચાર આચરી આંખ આડા કાન કર્યા હોય તેમની સામે પણ તપાસ થવી જોઈએ, ઉપરાંત તેમની ખાનગી મિલકતોનું પણ સર્ચ થવું જોઈએ, તેવી માંગણી ઉઠવા પામી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો