Sasan Gir/ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયેલસિંહોનાં ઘર સાસણગીરમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો

કોરોનાના કહેરને લઇને પ્રવાસીઓ રાજ્ય બહાર ફરવાનું ટાળી રહ્યાં છે, ત્યારે સિંહોનું ઘર સાસણગીર હાલ દિવાળીના તહેવારને લઇને પ્રવાસીઓથી ઊભરાય રહ્યું છે. સિંહોનું ઘર સાસણગીર પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું સાસણ ગીર જોવા માળ્યો પ્રવાસીઓનો ધસારો જૂનાગઢના સાસણમાં હાલ દિવાળીના વેકેશનને લય ગીર નેશનલ પાર્ક એન્ડ સેંચ્યુરીમાં હાલ દિવાળી વેકેશનને લય ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ઉમટી […]

Gujarat Others
lion at sasan gir પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયેલસિંહોનાં ઘર સાસણગીરમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ ધસારો

કોરોનાના કહેરને લઇને પ્રવાસીઓ રાજ્ય બહાર ફરવાનું ટાળી રહ્યાં છે, ત્યારે સિંહોનું ઘર સાસણગીર હાલ દિવાળીના તહેવારને લઇને પ્રવાસીઓથી ઊભરાય રહ્યું છે.

  • સિંહોનું ઘર સાસણગીર
  • પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાયું સાસણ ગીર
  • જોવા માળ્યો પ્રવાસીઓનો ધસારો

જૂનાગઢના સાસણમાં હાલ દિવાળીના વેકેશનને લય ગીર નેશનલ પાર્ક એન્ડ સેંચ્યુરીમાં હાલ દિવાળી વેકેશનને લય ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ ઉમટી રહ્યાં છે. તેમજ કોવિડ 19ની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન પણ કરી રહયાં છે. અહીં આવતા પ્રવાસીઓનું થર્મલ ગનથી સ્ક્રેનિંગ કરવામાં આવી રહ્યું છે. અને બાદમાાં પ્રવાસીઓને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

આપને જણાવી દઇએ કે 17 માર્ચે કોરોનાના કારણે સફારી પાર્ક બંધ કરવામાં આવ્યું હતું , અને ત્યાર બાદ 16 ઓક્ટોબરથી ફરી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.

આપને તે પણ જણાવી દઇએ કે 3 મહિના અગાઉથી જ સાસણગીરની મુલાકાતનું બુકિંગ શરૂ થઇ જાય છે. ત્યારે આ વખતે વિદેશી પ્રવાસીઓ નહિંવત જોવા મળ્યાં છે પરંતુ સુરત બરોડા રાજકોટથી પ્રવાસીઓનું ઓનલાઇન બુકિંગ અને પ્રવાસીઓનો ધસારો વધુ જોવા મળ્યો છે.