Not Set/ સોશિયલ મીડિયાની અનસોશિયલ વાત, મહિલાઓને શિકાર બનાવતો આરોપી પોલીસના સંકજામાં

વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા માધ્યમથી મહિલાઓ સાથે મિત્રતા કરી વિશ્વાસમાં લઇ મોર્ફ કરેલા નગ્ન ફોટો તેમજ વીડિયો મોકલી ધમકી આપતો

Gujarat
lcb સોશિયલ મીડિયાની અનસોશિયલ વાત, મહિલાઓને શિકાર બનાવતો આરોપી પોલીસના સંકજામાં

મહિલાઓ સાથે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કેળવી મોર્ફ કરેલા નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતો શખ્સ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડીયાના માધ્યમથી મહિલાઓ સાથે મિત્રતા કરી વિશ્વાસમાં લઇ મોર્ફ કરેલા નગ્ન ફોટો તેમજ વીડિયો મોકલી ધમકી આપતો હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે.

મહિલાઓ સાથે સોશિયલ મીડિયા દ્વારા મિત્રતા કેળવી મોર્ફ કરેલા નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતો શખ્સ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર એલસીબી પોલીસે આરોપી ભરત જીણાભાઇ નકુમને ભાવનગર જિલ્લાના મોટા ખૂંટવડ ગામેથી દબોચી લીધો હતો.

વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓ સાથે મિત્રતા કરી વિશ્વાસમાં લઇ મોર્ફ કરેલા નગ્ન ફોટો તેમજ વીડિયો મોકલી ધમકી આપતો હોવાની ચોંકાવનારી હકીકતો સામે આવી છે.

આરોપી ભરતે આ જ મોડસ ઓપરેન્ડીથી સુરતની મહિલાને શિકાર બનાવી હતી. જે અંગે ભોગ બનનાર મહિલાએ કામરેજ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. આ ચોંકાવનારા કિસ્સામાં મહિલાઓનો વિશ્વાસ કેળવવા આરોપી સ્ત્રીના અવાજમાં પણ વાત કરતો હતો. પોલીસ દ્વારા આરોપીની પ્રાથમિક પુછપરછમાં અનેક લોકોને શિકાર બનાવ્યા હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરતા સુરેન્દ્રનગર એલસીબી પોલીસ દ્વારા આરોપીની છેતરપિંડીનો ભોગ બનેલા લોકોને પોલીસ ફરીયાદ કરવા જાહેર અપીલ કરવામાં આવી છે.