Not Set/ #UP/ બસ વિવાદ મામલે આગ્રા પોલીસે યુપી કોંગ્રેસ અધ્યક્ષની કરી ધરપકડ, FIR દાખલ

ઉત્તર પ્રદેશમાં મજૂરોને ઘર પરત લાવવાને લઇને રાજનીતિ ગરમાઇ છે. જ્યા એક તરફ કોંગ્રેસ અને બીજી તરફ ભાજપ પક્ષ છે. યુપીમાં મજૂરોને ઘરે પરત લાવવા માટે કોંગ્રેસબસોની વ્યવસ્થાને લઇને વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે. જણાવી દઇએ કે, આગ્રામાં પોલીસે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય લલ્લુની ધરપકડ કરી છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ પોલીસે એફઆઈઆર નોંધી […]

India
efaf64cc5037164dbcc1681cb41d6179 1 #UP/ બસ વિવાદ મામલે આગ્રા પોલીસે યુપી કોંગ્રેસ અધ્યક્ષની કરી ધરપકડ, FIR દાખલ

ઉત્તર પ્રદેશમાં મજૂરોને ઘર પરત લાવવાને લઇને રાજનીતિ ગરમાઇ છે. જ્યા એક તરફ કોંગ્રેસ અને બીજી તરફ ભાજપ પક્ષ છે. યુપીમાં મજૂરોને ઘરે પરત લાવવા માટે કોંગ્રેસબસોની વ્યવસ્થાને લઇને વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે. જણાવી દઇએ કે, આગ્રામાં પોલીસે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય લલ્લુની ધરપકડ કરી છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ વિરુદ્ધ પોલીસે એફઆઈઆર નોંધી છે. અજય લલ્લુ સામે આગ્રામાં આઈપીસી અને રોગચાળા એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસની એફઆઈઆર મુજબ અજય લલ્લુ અને કોંગ્રેસનાં અન્ય નેતાઓએ પ્રદર્શન કરતી વખતે માસ્ક પહેર્યુ નહોતુ. મંગળવારે કોંગ્રેસનાં નેતાઓ રાજસ્થાન-યુપી બોર્ડર પર વિરોધ કરી રહ્યા હતા. આ કોંગ્રેસ નેતાઓ યુપીમાં કોંગ્રેસની બસોને મંજૂરી ન આપવાનો વિરોધ કરી રહ્યા હતા. પોલીસે અજય લલ્લુ સામે છેતરપિંડીનો કેસ પણ દાખલ કર્યો છે. આ છેતરપિંડીનો મામલો કોંગ્રેસની બસોની સૂચિમાં ગેરરીતિઓ સાથે સંબંધિત છે.

વળી ઉત્તર પ્રદેશ પોલીસે કેટલાક કોંગ્રેસ નેતાઓ વિરુદ્ધ દિલ્હીથી નોયડામાં પરવાનગી લીધા વગર બસો લાવવા બદલ એફઆઈઆર નોંધી છે. આ સાથે આરટીઓએ બે બસોને સીલ કરી દીધી છે. નોયડાનાં એડિશનલ ડીસીપી રણવિજયસિંહે કહ્યું કે, ગઈકાલે રાત્રે અમને ખબર પડી કે રાજકીય પક્ષનાં લોકો મહામાયા ફ્લાયઓવર પર બસ લઈને ઉભા છે. જ્યારે અમે તેમને કારણ પૂછ્યું, તો તેમણે કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહીં. આ કલમ 144 નું ઉલ્લંઘન છે. અમે કેટલાક નેતાઓ વિરુદ્ધ કલમ 144, 188 (રોગચાળા અધિનિયમ) હેઠળ કેસ દાખલ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.