Not Set/ UP નાં શાહજહાંપુરમાં રુંવાટા ઉભા કરતો અકસ્માત, ટ્રકે બે યાત્રી વાહનોને મારી ટક્કર, 16 લોકોનાં મોત

સંભલ જિલ્લાનાં રૌજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે લખનઉ-દિલ્હી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ટ્રકે બે પેસેન્જર વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 16 લોકોનાં મોત અને જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. પોલીસ અધિક્ષક (શહેર) દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, સીતાપુરથી કપડા લઇને આવી રહેલી ટ્રકે લખનઉ-દિલ્હી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર […]

Top Stories India
accident 1 5017926 835x547 m UP નાં શાહજહાંપુરમાં રુંવાટા ઉભા કરતો અકસ્માત, ટ્રકે બે યાત્રી વાહનોને મારી ટક્કર, 16 લોકોનાં મોત

સંભલ જિલ્લાનાં રૌજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે લખનઉ-દિલ્હી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક ટ્રકે બે પેસેન્જર વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 16 લોકોનાં મોત અને જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનુ સામે આવી રહ્યુ છે. પોલીસ અધિક્ષક (શહેર) દિનેશ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, સીતાપુરથી કપડા લઇને આવી રહેલી ટ્રકે લખનઉ-દિલ્હી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જમકા ચોકડી પાસે આગળ ચાલી રહેલા ટેમ્પોને ટક્કર મારી, જે પછી તે ખાડામાં પડી ગયો હતો.

12 death in road accident in shajahanpur 1566884786 UP નાં શાહજહાંપુરમાં રુંવાટા ઉભા કરતો અકસ્માત, ટ્રકે બે યાત્રી વાહનોને મારી ટક્કર, 16 લોકોનાં મોત

તેમણે જણાવ્યુ કહ્યું કે, ટ્રકે આગળ ચાલી રહેલા એક સવારી વાહનને પણ ટક્કર મારી હતી અને બેકાબૂ થઇને તેના પર જ પલટી ખાઈ ગઈ હતી. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં ટેમ્પો અને સવાર વાહન પર બેઠેલા 16 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થઇ ગઇ. મૃતકોમાં એક મહિલા અને ત્રણ બાળકોનો સમાવેશ છે.

તેમણે જણાવ્યું હતું કે, ઓટો બરતારાથી સવારી ભરીને શાહજહાંપુર તરફ જઇ રહ્યો હતો જ્યારે અન્ય વાહન જંગ બહાદુર ગંજ માટે શાહજહાંપુરથી મુસાફરોને લઇ જઇ રહ્યુ હતો. ત્રિપાઠીએ જણાવ્યું હતું કે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રકને હટાવવા માટે ક્રેનનો ઓર્ડર આપ્યો હતો, ત્યારબાદ મૃતદેહ કાઢી શકાયા હતા. તેમણે કહ્યું કે આ ઘટનામાં અન્ય પાંચ લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે. તેમને શાહજહાંપુરની મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોનાં મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.