Exam/ કોરોના માહોલમાં પણ UPSCની પરીક્ષા યોજાઇ

યુપીએસસીની પરિક્ષા 12 કેન્દ્રો પર યોજાઇ

Gujarat
upsc કોરોના માહોલમાં પણ UPSCની પરીક્ષા યોજાઇ

રાજ્યમાં કોરોના મહામારીના લીધે લોકોમાં દહેશત જોવા મળે છે.જે પ્રમાણે લોકો કોરોનાથી મૃત્યુ પામી રહ્યા છે તેનાથી એક ભયનો માહોલ પેદા થયો છે.ગુજરાતમાં અનેક પરિક્ષાઓ મુલત્વી રાખવામાં આવી છે પરતું કેન્દ્ર દ્વારા લેવામાં આવતી યુપીએસસીની પરિક્ષા લેવામાં આવી હતી.અમદાવાદના 12 જેટલાં સેન્ટર પર પરિક્ષા લેવામાં આવી હતી.કોરોનાની ગાઇડલાઇન મુજબ પરિક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુપીએસસીની પરિક્ષા બે તબ્બકામાં લેવામાં આવી હતી સવારે 10 થી 12.30 અને બપોરે 2 થી 4.30 માં યોજાઇ હતી.આ ઉપરાંત આર્મી નૌકાદળ,અને વાયુસેનાની પરિક્ષા પણ લેવામાં આવી હતી. પરિક્ષા કેન્દ્રો પર કોવિડ-19 ની ગાઇડલાઇન મુજબ જ પરિક્ષા લેવામાં આવી હતી.કોરોના માહોલમા વિધાર્થીઓએ તૈયારી ઘરમાં બેસીને જ કરી હતી.કોચિંગ ક્લાસમાં બંધ હોવાથી તેમની તૈયારીમાં થાેડી અડચણ ઉભી થઇ હતી .

પરિક્ષા કેન્દ્રો પર દરેક વિધાર્થીઓનું સ્કેનિંગ કરીને પ્રવેશ આપવામાં આવતો હતો.તદઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા રાખવામાં આવી હતી. માસ્ક અને સેનિટાઇઝર જેવી પ્રાથમિક સુવિધાઓ પરીક્ષા કેન્દ્રો પરથી આપવામાં આવી હતી.