હુમલો/ તાલિબાનો પર અમેરિકાની બોમ્બ વર્ષા,24 કલાકમાં 375 આતંકવાદીઓ માર્યા ગયા

કંધહારમાં પણ ઉગ્ર સંઘર્ષ ચાલી રહ્યો છે. અહીં આતંકવાદીઓએ 15 નાગરિકોની હત્યા કરી, 120 થી વધુ ઘાયલ થયા.

World
afghanishtan તાલિબાનો પર અમેરિકાની બોમ્બ વર્ષા,24 કલાકમાં 375 આતંકવાદીઓ માર્યા ગયા

અફઘાનિસ્તાન યુદ્ધ હવે  તેજ બની ગયું છે. લડાઇ પ્રાંતીય રાજધાની પર કબજો કરવાની છે. હેલમંદ પ્રંતની રાજધાની લશ્કર ગાહમાં ઘૂસીને તાલિબાન આતંકવાદીઓ પર  અમેરિકાએ બોંબ ફેંક્યા હતા . અમેરિકી સેનાએ  તાલિબાનોના સ્થળો પર બોંબ ફેંક્યા હતા એમાં અનેક આતંકવાદીઓ માર્યા ગયા હતા.અફઘાન સરકારના જણાવ્યા અનુસાર આતંકીઓ સામે અભિયાન ચાલુ રાખતા સેનાએ ઘણી જગ્યાએ પ્રગતિ કરી છે. સેનાએ છેલ્લા 24 કલાકમાં 375 તાલિબાન આતંકવાદીઓને ઠાર કર્યા છે અને 193 આતંકવાદીઓને ઘાયલ કર્યા છે.

સુરક્ષા દળોનું આ ઓપરેશન કંદહાર, હેરત, હેલમંડ, જોઝાન, બલ્ખ, ઉરુઝગાન, કપિસા વગેરે પ્રાંતોમાં ચાલ્યું. તાલિબાન આતંકવાદીઓ લશ્કરગઢમાં ઘૂસે તે પહેલા અમેરિકાએ અનેક હવાઈ હુમલા કર્યા હતા. અહીં હવાઈ હુમલામાં 40 આતંકીઓ માર્યા ગયા હતા. અમેરિકાએ આવા તમામ સ્થળો પર બોમ્બમારો કર્યો જ્યાં તાલિબાન આતંકવાદીઓ અફઘાન સેના પર પ્રભુત્વ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. હેલમંડની રાજધાની લશ્કર ગઢ અને અન્ય સ્થળોએ હવાઈ હુમલા અને જમીન લડાઈમાં અથડામણમાં 75 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે અને 22 ઘાયલ થયા છે. મૃતકોમાં ત્રણ ટોચના તાલિબાન આતંકવાદીઓનો સમાવેશ થાય છે.

કંધહારમાં પણ ઉગ્ર સંઘર્ષ ચાલી રહ્યો છે. અહીં આતંકવાદીઓએ 15 નાગરિકોની હત્યા કરી, 120 થી વધુ ઘાયલ થયા. યુનાઇટેડ નેશન્સ આસિસ્ટન્સ મિશનએ નાગરિકોની હત્યાની માહિતી ટ્વીટ કરી હતી, સાથે સાથે કહ્યું હતું કે હિંસાને કારણે હજારો નાગરિકો ભાગી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં લશ્કર ગાહમાં 10, કંદહારમાં 5 નાગરિકો માર્યા ગયા છે. હેરાતમાં ત્રણ નાગરિકોના મોત પણ થયા છે. હેરત શહેરમાં છેલ્લા છ દિવસથી સંઘર્ષ ચાલી રહ્યો છે.