Not Set/ ક્રુડ ઓઇલ મામલે અમેરીકાનું આશ્વાસન, કહ્યું ઘટ નહીં પડવા દઇએ

ભારતના પ્રવાસે આવેલા અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ સ્પષ્ટ કરતા ભારતને આસ્વસ્થ કર્યું છે કે અમેરિકાએ લાદેલા પ્રતિબંધને લીઘે ભારતે ઈરાન પાસેથી ક્રુડ ખરીદવાનું બંધ કરી દીધું છે ત્યારે અમેરીકા ભારતને ક્રુડની ખોટ નહીં વર્તાવા દે અને ભારતને જેટલા જથ્થામાં ક્રુડની જરૂરીયાત છે તે ઉપલ્બધ કરાવશે. આપને જણાવી દઇએ કે અહવાલો અનુસાર ભારત દુનિયાના ત્રીજા […]

Top Stories World
gettyimages 917803700 ક્રુડ ઓઇલ મામલે અમેરીકાનું આશ્વાસન, કહ્યું ઘટ નહીં પડવા દઇએ

ભારતના પ્રવાસે આવેલા અમેરિકી વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ સ્પષ્ટ કરતા ભારતને આસ્વસ્થ કર્યું છે કે અમેરિકાએ લાદેલા પ્રતિબંધને લીઘે ભારતે ઈરાન પાસેથી ક્રુડ ખરીદવાનું બંધ કરી દીધું છે ત્યારે અમેરીકા ભારતને ક્રુડની ખોટ નહીં વર્તાવા દે અને ભારતને જેટલા જથ્થામાં ક્રુડની જરૂરીયાત છે તે ઉપલ્બધ કરાવશે. આપને જણાવી દઇએ કે અહવાલો અનુસાર ભારત દુનિયાના ત્રીજા સૌથી મોટા ક્રુડ ઓઈલના આયાત કરતા દેશ ભારતે, અમેરિકા પાસેથી નવેમ્બર 2018થી લઈને મે 2019 દરમિયાન લગભગ 1,84,000 બેરલ ક્રુડ ખરીદ્યું છે. જ્યારે હાલ રોજનો 40,000 બેરલ છે. આંકડા પ્રમાણે આ સમયગાળા દરમિયાન ભારતે તહેરાન પાસેથી 48 ટકા ઓછુ ક્રુડ ખરીદ્યું અને તે આંકડો લગભગ 2,75,000 બેરલ પ્રતિદિવસ રહ્યો. મે મહિના સુધી ભારત ઈરાન પાસે ક્રુડ ઓઈલ ખરીદનારો બીજો સૌથી મોટો દેશ હતો.

petrol bizz May 21 3 ક્રુડ ઓઇલ મામલે અમેરીકાનું આશ્વાસન, કહ્યું ઘટ નહીં પડવા દઇએ

માઈક પોમ્પિયો ભારતના પ્રવાસે છે અને આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વ્યાપક મુદ્દે ચર્ચા કરી હતી. બેઠક દરમિયાન જયશંકર અને પોમ્પિયોએ ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ પર અમેરિકાના પ્રતિબંધ અને ખાડી દેશોમાં વોશિંગ્ટન અને ઈરાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખી ઉર્જા સુરક્ષા સંબંધીત મુદ્દે ચર્ચા કરી હતી.

 

ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, ઈરાનને લઈને અમારા કેટલાક નિશ્ચિત દ્રષ્ટિકોણ છે. તેમણે ઈરાનને લઈને અમેરિકા સમક્ષ ભારતની ચિંતા પણ વ્યક્ત કરી હતી. જયશંકરે કહ્યું હતું કે, અમારા માટે એ બાબત ખુબ જ મહત્વની છે કે, વૈશ્વિક સ્તરે ઉર્જાનો પુરવઠો યથાવત રહે. મને લાગે છે કે, અમારી આ ચિંતાથી વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સારી રીતે વાકેફ છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન