National News/ અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા પૈકી 8 ગુજરાતીઓને તેમના વતન મુકવા પોલીસ રવાના

શનિવારે રાત્રે 11.30 વાગ્યે અમૃતસર એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થઇ

Top Stories India Breaking News

National News : અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને પરત મોકલવાની કામગીરી ચાલી રહી છે. જેમાં વધુ 116 ભારતીયોને દેશ પરત મોકલવામાં આવ્યા છે. શનિવારે રાત્રે 11.30 વાગ્યે યુએસ એરફોર્સના વિમાન ગ્લોબમાસ્ટરમાં મહિલાઓ અને બાળકો સિવાય તમામ પુરુષોને હાથકડી પહેરાવીને લાવવામાં આવ્યા હતા. તમામ લોકોની 5 કલાકની ચકાસણી બાદ પોલીસ વાહનોમાં તેમને ઘરે મુકી આવવામાં આવ્યા હતા.

અહીંથી 8 ગુજરાતી આજે (16 ફેબ્રુઆરી)એ 10.45ની આસપાસ વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યાં હતાં. એરપોર્ટ પર જરૂરી કાર્યવાહી બાદ તમામને પોલીસ બંદોબસ્ત સાથે વતન રવાના કરવામાં આવ્યાં છે. કાળા પડદાવાળી ગાડીમાં મહેસાણાના બાળક સાથેના પરિવાર સહિત છ લોકોને અને ગાંધીનગરના બે લોકોને લઈ પોલીસ વતન રવાના થઈ છે.

હવે ત્રીજા તબક્કામાં આજે (રવિવાર, 16 ફેબ્રુઆરી) રાત્રે 10 વાગ્યે અમેરિકાનું વિમાન અમૃતસર એરપોર્ટ પહોંચશે, જેમાં 157 ભારતીય હશે.હાલ મહેસાણા અને ગાંધીનગર પોલીસની બે ગાડી એરપોર્ટ પહોંચી ગઈ છે. જિલ્લા પ્રમાણે તમામ લોકોને લઈ જવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર સ્થાનિક પોલીસ, IB, SOG સહિતની ટીમ પહોંચી ચૂકી છે.પહેલા તબક્કામાં 33 ગુજરાતી સહિત 104 ભારતીયને ડિપોર્ટ કરી 5 ફેબ્રુઆરી, 2025ના રોજ અમેરિકન એરફોર્સના વિમાનમાં અમૃતસર લાવવામાં આવ્યા હતા, જ્યાંથી 33 ગુજરાતી 6 ફેબ્રુઆરીએ વહેલી સવારે વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. તે સમયે ડિપોર્ટ થયેલા ગુજરાતીઓમાં 28 લોકો ઉત્તર ગુજરાતના હતા, જ્યારે 4 લોકો મધ્ય ગુજરાતના અને એક દક્ષિણ ગુજરાતનો હતો.

આ દરમિયાન કોઈને પણ મીડિયા સાથે વાત કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. દરમિયાન USથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ આજે અમદાવાદ પહોંચશે. અમેરિકાથી દેશનિકાલ કરાયેલાઓમાં પંજાબના 67, હરિયાણાના 33 અને 8-10 ગુજરાતીનો પણ સમાવેશ થાય છે.આ ભારતીયોને તેમના પરિવાર સાથે મળવા માટે બોલાવવામાં આવ્યા હતા. લગભગ 5 કલાકની ચકાસણી પછી બધાને પોલીસ વાહનોમાં ઘરે છોડી દેવામાં આવ્યા. આ સમય દરમિયાન કોઈને પણ મીડિયા સાથે વાત કરવાની મંજૂરી નહોતી.

અગાઉ, 5 ફેબ્રુઆરીના રોજ 104 NRIને બળજબરીથી પાછા મોકલવામાં આવ્યા હતા. જેમાં બાળકો સિવાય પુરુષો અને સ્ત્રીઓને હાથકડી અને બેડીઓથી બાંધીને લાવવામાં આવ્યા હતા.અગાઉની બેચ અંગે, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને સવાલ ઉઠાવ્યો હતો કે જ્યારે સૌથી વધારે 33-33 લોકો હરિયાણા અને ગુજરાતના હતા, તો પછી વિમાન અમદાવાદ કે અંબાલાને બદલે પંજાબમાં કેમ ઉતારવામાં આવ્યું? જોકે, આ બેચમાં સૌથી વધુ પંજાબીઓ પાછા ફર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હેલ્મેટ ડ્રાઇવના પ્રથમ દિવસે 98.96% સરકારી કર્મચારીઓએ નિયમનો કર્યો અમલ

આ પણ વાંચો:હેલ્મેટ નહિ પહેરેલા સરકારી કર્મચારી સામે થશે દંડનીય કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાનો આદેશ

આ પણ વાંચો:ગયા વર્ષે અકસ્માતમાં હેલ્મેટ વિના 2767 જણાએ જીવ ગુમાવ્યા