દુર્ઘટના/ US નેવીનું હેલિકોપ્ટર સેન ડિએગો નજીક ક્રેશ, સર્ચ ઓપરેશન હાથ ધરાયું

યુએસ આર્મીનું હેલિકોપ્ટર સેન ડિએગો સમુદ્ર નજીક ક્રેશ થયું છે. યુએસ નેવીએ એક નિવેદન બહાર પાડતા કહ્યું છે કે, હેલિકોપ્ટરે યુએસએસ અબ્રાહમ લિંકનથી ઉડાન ભરી હતી…

Top Stories World
ક્રેશ

યુએસ નેવીનું હેલિકોપ્ટર સેન ડિએગો સમુદ્ર નજીક ક્રેશ થયું છે. યુએસ નેવીએ એક નિવેદન બહાર પાડતા કહ્યું છે કે, હેલિકોપ્ટરે યુએસએસ અબ્રાહમ લિંકનથી ઉડાન ભરી હતી, ત્યારબાદ તે બુધવારે સેન ડિએગો નજીક ક્રેશ થયું હતું. આ હેલિકોપ્ટરને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો – Covid-19 / દેશમાં કોરોનાનાં નવા કેસોએ એક વખત ફરી વધારી ચિંતા, આજે નોંધાયા આટલા કેસ

આપને જણાવી દઇએ કે, હેલિકોપ્ટરમાં સવાર ક્રૂ મેમ્બરની પણ શોધ કરવામાં આવી રહી છે. પેસિફિક ફ્લીટે ટ્વિટર પર એક ટ્વીટ દ્વારા આ ઘટના વિશે માહિતી આપી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે, યુએસએસ અબ્રાહમ લિંકનથી ઉડાન ભરનાર MH-60S હેલિકોપ્ટર સમુદ્ર નજીક ક્રેશ થયું છે. હેલિકોપ્ટર 60 નોટિકલ માઇલની ઝડપે સેન ડિએગો નજીક નિયમિત ફ્લાઇટ ઓપરેશન પર હતું, જે દરમિયાન તે ક્રેશ થયું હતું. શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે જેમાં અનેક કોસ્ટ ગાર્ડ અને નેવી એર સરફેસ ટીમો સામેલ છે. અહેવાલો અનુસાર, હેલિકોપ્ટરમાં સવાર પાંચ ક્રૂ મેમ્બર ગુમ છે અને તેમની શોધખોળ ચાલી રહી છે. નવીનતમ માહિતી અનુસાર, આ અકસ્માતમાં ક્રૂ મેમ્બરનો બચાવ થયો છે. નૌકાદળનાં જણાવ્યા અનુસાર, નિમિટ્સ ક્લાસનાં વિમાનો વિશ્વનાં સૌથી મોટા યુદ્ધ જહાજોમાંનાં એક છે, જેની મદદથી નૌકાદળની કામગીરીને ટેકો આપવામાં આવે છે. આ વિમાનો અમેરિકન સમુદ્રો પરનાં કોઈપણ ખતરાનો સામનો કરવામાં ઘણી મદદ કરે છે.

આ પણ વાંચો – ચેતવણી / પાકિસ્તાનના વિદેશમંત્રીએ કહ્યું કે અફઘાનિસ્તાનને એકલું છોડી દેવામાં આવશે તો વિશ્વને ગંભીર પરિણામ ભોગવવા પડશે

ઉલ્લખનીય છે કે, તાજેતરમાં અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાના તમામ સૈનિકદળોને સ્વદેશ પરત બોલાવી દીધા છે. જો કે તાલિબાની આતંકીઓએ અમેરિકાને અફઘાનિસ્તાન છોડી જવાનું અલ્ટીમેટમ આપ્યુ હતુ. આ અલ્ટીમેટમની અવધી પૂર્ણ થાય તે પહેલા જ અમેરિકાએ તેના સૈનિકોને અમેરિકામાં બોલાવી દીધા છે. જો કે રાષ્ટ્રપતિ જો બિડેનનું કહેવુ છે કે, આતંક વિરોધી કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.