Not Set/ ચીન પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું અમે ચીન સાથે વેપાર નહીં કરીએ

વોશિંગ્ટન  અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વેપાર નુકસાનના કારણે ફરીવાર ચીન પર નિશાનો સાધ્યું છે. ટ્રમ્પનું આ બયાન એ સમય પર આવ્યું જયારે અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર બાબતે ઉચ્ચ સ્તરીય વાત-ચીત ચાલી રહે છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસ સંવાદદાતાઓને કહ્યું કે ચીન અમેરિકા પાસેથી દર વર્ષે સેંકડો અરબ ડોલર લે છે. હું ચીની રાષ્ટ્રપતિને સ્પષ્ટ કરી […]

World Trending
trump xijing ping ચીન પર ભડક્યા ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું અમે ચીન સાથે વેપાર નહીં કરીએ

વોશિંગ્ટન 

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વેપાર નુકસાનના કારણે ફરીવાર ચીન પર નિશાનો સાધ્યું છે. ટ્રમ્પનું આ બયાન એ સમય પર આવ્યું જયારે અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપાર બાબતે ઉચ્ચ સ્તરીય વાત-ચીત ચાલી રહે છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસ સંવાદદાતાઓને કહ્યું કે ચીન અમેરિકા પાસેથી દર વર્ષે સેંકડો અરબ ડોલર લે છે. હું ચીની રાષ્ટ્રપતિને સ્પષ્ટ કરી દેવા માંગું છું કે હવે અમે આની પરવાનગી નહિ આપી શકીએ.

ટ્રમ્પે કહ્યું કે ચીન વર્ષોથી વ્યાપાર કરે છે અને ક્યારે પણ વ્યાપાર સમજુતીઓ માટે આગળ આવ્યું નથી. આટલા વર્ષો પછી હવે એ વ્યાપાર સમજુતી પર કામ કારી રહ્યું છે. શું  તેઓ આમાં સફળ થશે? મને આ વાત પર સંદેહ છે. ટ્રમ્પએ ચીન સાથે યુરોપિયન સંઘની પણ આલોચના કરી. એમણે કહ્યું કે યુરોપિયન સંઘ પણ વ્યાપારની બાબતોમાં ખુબ ખરાબ થઇ ગયું છે, બીજા દેશોની પણ આજ હાલત છે, કારણકે એ જે પણ ચાહે છે એ બધુ જ એમને અમેરિકા પાસેથી મળી જાય છે.

ટ્રમ્પએ કહ્યું કે હવે અમે એવું નહિ થવા દઈએ, અમે એક અતુલ્ય દેશ છીએ, અમારી પાસે મોટી ક્ષમતા છે. ગયા વર્ષે અમને વ્યાપારમાં ૮૦૦ અબજ ડોલરનું નુકસાન થયું, જેમાં ચીનની હિસ્સેદારી ૫૦૦ અરબ ડોલર આસ-પાસ છે.