Russia-Ukraine war/ અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પોલેન્ડ પહોંચ્યા

યુક્રેન યુદ્ધની વચ્ચે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને યુદ્ધના 15મા દિવસના અંત પહેલા બંને દેશો તરફથી નરમાઈના સંકેત મળી રહ્યા છે

Top Stories World
9 9 અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પોલેન્ડ પહોંચ્યા

યુક્રેન યુદ્ધની વચ્ચે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે અને યુદ્ધના 15મા દિવસના અંત પહેલા બંને દેશો તરફથી નરમાઈના સંકેત મળી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ હવે નાટોના સભ્યપદ માટે યુક્રેન પર દબાણ નથી કરી રહ્યા. ઝેલેન્સકીના નિવેદન પછી એવું માનવામાં આવે છે કે યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે.

આ બધાની વચ્ચે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ યુક્રેનના પાડોશી દેશો પોલેન્ડ અને રોમાનિયાના પ્રવાસે છે. તે રશિયન આક્રમણના પગલે બંને દેશોના નેતાઓને મળશે અને યુક્રેનના પડોશી દેશોને અમેરિકા કેવી રીતે સમર્થન આપી શકે તે અંગે ચર્ચા કરશે. જો બિડેન વહીવટીતંત્ર યુક્રેન અને નાટો સહયોગીઓનું સમર્થન કરે છે.

કમલા હેરિસની પોલેન્ડની મુલાકાત એવા સમયે આવી છે જ્યારે યુએસ અને પોલેન્ડ વચ્ચે યુક્રેનમાં ફાઈટર જેટ મોકલવાની ડીલ રદ્દ થઈ ગઈ છે. વાસ્તવમાં, અમેરિકા ઇચ્છતું હતું કે પોલેન્ડ તેના મિગ-29 એરક્રાફ્ટ યુદ્ધગ્રસ્ત યુક્રેનને આપે, પરંતુ યુક્રેને રશિયા સાથે સીધી લડાઇ લડવાનો ઇનકાર કરી દીધો અને પોલેન્ડે કહ્યું કે તે જર્મનીમાં યુએસ સૈન્યને તેના હથિયારો સોંપી રહ્યું છે.

જોકે, અમેરિકાએ પોલેન્ડની આ ઓફરને ઠુકરાવી દીધી છે. અહેવાલો અનુસાર, કમલા હેરિસ હવે યુક્રેનના લોકોને શરણાર્થી તરીકે દેશમાં આવવા અને તેમના માટે વ્યવસ્થા કરવા માટે પોલિશ સરકારનો આભાર માનશે.

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 20 લાખ લોકો પલાયન થઇ ગયા છે. યુક્રેનની રાજધાની કિવ, ખાર્કિવ જેવા મોટા શહેરો ખાલીખમ થઈ ગયા છે. યુક્રેનથી ભાગી રહેલા લોકો હંગેરી, પોલેન્ડ જેવા સરહદી દેશોમાં આશરો લઈ રહ્યા છે.

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ નાટોમાં જોડાવાનો ઇનકાર કરી દીધો છે, જે સંકેત આપે છે કે તેઓ નાટોમાં જોડાવાની જીદ છોડી દેશે. ઝેલેન્સકીએ કહ્યું છે કે તે હવે નાટો સભ્યપદ માટે દબાણ કરશે નહીં. આ સાથે જ ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ યુક્રેનથી જે બે ભાગોને અલગ કરીને અલગ દેશ જાહેર કર્યો છે તેના પર તેઓ વ્લાદિમીર પુતિન સાથે ‘એગ્રીમેન્ટ’ કરવા તૈયાર છે, જે બાદ રશિયાએ સ્વતંત્ર દેશ જાહેર કર્યો છે.યુક્રેન પર 24 ફેબ્રુઆરીએ હુમલો થયો હતો.