international news/ અમેરિકામાં ભણતા ભારતીયો માટે નવું ટેન્શન! નોકરી માટે ભરશો રૂ.96 લાખ?

USA OPT dollar fee: અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી નોકરી કરવાની તક આપતા OPT માટે 1 લાખ ડોલર એટલે કે લગભગ ₹96 લાખની ફીનો પ્રસ્તાવ ચર્ચામાં છે. જો આ પ્રસ્તાવ અમલમાં આવે તો ભારતીય સહિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર તેની શું અસર પડશે? જાણો સમગ્ર મામલો.

World Mantavya Vishesh
USA OPT dollar fee: અમેરિકામાં ડિગ્રી પછી નોકરી માટે રૂ.96 લાખ?

International News: અમેરિકામાં ભણવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા… ડિગ્રી મેળવી… અને હવે એ જ ડિગ્રી પછી અમેરિકામાં નોકરી કરવી હોય તો લગભગ એક કરોડ (USA OPT dollar fee) રૂપિયા જેટલી ફી ચૂકવવી પડે તો? આ સવાલ એટલા માટે મોટો છે, કારણ કે ટ્રમ્પ સરકાર વિદેશી વિદ્યાર્થીઓ (international students USA) માટે અભ્યાસ પછી અમેરિકામાં કામ કરવાની મંજૂરી સાથે જોડાયેલા ઓપીટી એટલે કે ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ માટે એક લાખ ડોલર એટલે કે અંદાજે 96 લાખ રૂપિયાની ફીનો પ્રસ્તાવ લાવી રહી છે.

USA OPT dollar fee: અમેરિકામાં ડિગ્રી પછી નોકરી માટે રૂ.96 લાખ?

હા, તમે સાચું સાંભળ્યું… લગભગ 96 લાખ રૂપિયા! પરંતુ અહીં સૌથી મહત્વની વાત એ છે કે આ ફી અત્યારે લાગુ થઈ નથી. આ એક પ્રસ્તાવ છે. નિયમ લાગુ કરતા પહેલા સંબંધિત પ્રક્રિયા થશે અને લોકો તથા સંસ્થાઓ પાસેથી વાંધા અને સૂચનો પણ મંગાવવામાં આવશે.

હવે સમજીએ કે આખરે ઓપીટી છે શું? અમેરિકામાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓ માટે ડિગ્રી પૂરી કર્યા પછી ત્યાં કામ કરવાનો ઓપીટી એક મહત્વનો રસ્તો છે. સામાન્ય રીતે ડિગ્રી પૂર્ણ કર્યા બાદ પાત્ર ( Indian students in USA) વિદ્યાર્થીઓને 12 મહિના સુધી કામ કરવાની મંજૂરી મળી શકે છે. અને વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત જેવા વિષયોમાં ભણેલા પાત્ર વિદ્યાર્થીઓને વધુ 24 મહિનાનું વિસ્તરણ મળી શકે છે. એટલે કે આવા વિદ્યાર્થીઓ કુલ 36 મહિના સુધી ઓપીટી હેઠળ કામ કરી શકે છે.એટલે ઘણા વિદેશી વિદ્યાર્થીઓ માટે ઓપીટી માત્ર નોકરી નથી… પરંતુ અમેરિકામાં ભણ્યા પછી કારકિર્દી શરૂ કરવાની મહત્વની તક છે.

હવે આ સમગ્ર મામલામાં ભારત માટે સૌથી મોટો સવાલ છે. અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ મોટી છે. 2024-25 દરમિયાન લગભગ 3.63 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકામાં અભ્યાસ કરતા હતા. અને હાલમાં બે લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ઓપીટી હેઠળ કામ કરી રહ્યા હોવાનું જણાવાય છે.એટલે જો એક લાખ ડોલરની ફીનો પ્રસ્તાવ અમલમાં આવે, તો અમેરિકામાં ભણ્યા પછી ત્યાં જ કામ કરવાની યોજના બનાવી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે આ મોટો આર્થિક પડકાર બની શકે છે.કારણ કે અમેરિકામાં અભ્યાસનો ખર્ચ પહેલેથી જ સામાન્ય નથી.

ટ્યુશન ફી… રહેવાનો ખર્ચ… ખાવા-પીવાનો ખર્ચ… આરોગ્ય અને અન્ય જરૂરી ખર્ચ… આ બધું મળીને વિદ્યાર્થી અને પરિવાર પર મોટો આર્થિક બોજ નાખે છે.ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન પાર્ટ ટાઇમ કામ કરીને પોતાના કેટલાક ખર્ચ પૂરા કરવાનો પ્રયાસ કરે છે…અને હવે કલ્પના કરો…અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી શરૂ કરવાની તક માટે જ જો લગભગ 96 લાખ રૂપિયાની વધારાની ફી સામે આવે, તો આખા અભ્યાસનું અર્થતંત્ર જ બદલાઈ શકે છે.હાલમાં ઓપીટી માટેની ફી લગભગ 40 હજાર રૂપિયાની આસપાસ છે.એટલે પ્રસ્તાવિત એક લાખ ડોલરની ફી અને હાલની ફી વચ્ચેનો તફાવત સામાન્ય વધારો નથી… પરંતુ અનેકગણો મોટો છે.

અહીંથી બીજો સવાલ ઊભો થાય છે…શું આટલો મોટો વધારાનો ખર્ચ વિદ્યાર્થીઓને અમેરિકામાં ભણવાનું પસંદ કરતા પહેલાં બે વાર વિચારવા મજબૂર કરશે? જો કોઈ વિદ્યાર્થીને ખબર હોય કે ડિગ્રી પછી અમેરિકામાં કામ કરવાની તક મેળવવા માટે તેને ખૂબ મોટી રકમ (Indian students USA jobs) ચૂકવવી પડી શકે છે, તો તે અમેરિકા સિવાયના દેશો તરફ પણ જોઈ શકે છે.જર્મની અને ફ્રાન્સ જેવા યુરોપિયન દેશોમાં પણ વિદેશી વિદ્યાર્થીઓ માટે અભ્યાસ પછી કામ કરવાની વ્યવસ્થા છે.

એટલે આ મુદ્દો માત્ર વિદ્યાર્થીઓની ફીનો નથી.આ સવાલ અમેરિકાની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા, વિદેશી વિદ્યાર્થીઓ અને અમેરિકન કંપનીઓને મળતા આંતરરાષ્ટ્રીય પ્રતિભાના પ્રવાહ સાથે પણ જોડાયેલો છે.બીજી તરફ કોલંબિયા યુનિવર્સિટીએ પણ વિદ્યાર્થીઓને ઈમેલ કરીને હાલની અનિશ્ચિતતા અંગે જાણકારી આપી છે અને કહ્યું છે કે યુનિવર્સિટી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.

પરંતુ ફરી એકવાર સૌથી મહત્વની વાત…હાલ કોઈ વિદ્યાર્થીએ ઓપીટી માટે 96 લાખ રૂપિયા (Indian students USA jobs) ચૂકવવાના શરૂ કર્યા નથી.આ એક પ્રસ્તાવ છે અને તેને અમલમાં મૂકવા માટે આગળની નિયમનકારી પ્રક્રિયા બાકી છે.પરંતુ જો આ પ્રસ્તાવ ક્યારેય અમલમાં આવે, તો અમેરિકામાં ભણવાનું સપનું જોતા ભારતીય વિદ્યાર્થીઓ માટે ગણિત ચોક્કસપણે બદલાઈ શકે છે.

અત્યાર સુધી અમેરિકામાં જવાનું ગણિત હતું….લાખો રૂપિયાનો અભ્યાસ ખર્ચ કરો… ડિગ્રી મેળવો… અને પછી નોકરી કરીને અનુભવ અને કારકિર્દી બનાવો.હવે સવાલ એ છે…જો ડિગ્રી પછી કામ કરવાની તક માટે જ લગભગ એક કરોડ રૂપિયા જેટલો ખર્ચ સામે આવે, તો શું અમેરિકામાં ભણવાનું સપનું પહેલાં જેટલું સરળ રહેશે?આ સવાલનો જવાબ હજુ મળવાનો બાકી છે… કારણ કે અત્યારે રૂ.96 લાખની ફી માત્ર પ્રસ્તાવ છે, અંતિમ નિયમ નથી.


આ પણ વાંચો: બાંગ્લાદેશ-ભારત સંબંધોમાં તણાવ; બાંગ્લાદેશે ભારત સાથેના કરારો તપાસવાની કવાયત કરી શરૂ

આ પણ વાંચો: મક્કા નજીક હુતી ડ્રોન નષ્ટ, સાઉદી અરેબિયામાં સુરક્ષા એલર્ટ; પવિત્ર શહેરની સુરક્ષા વધારાઈ

આ પણ વાંચો: હવે યુદ્ધ જમીન પર નહીં, અંતરિક્ષમાં? અમેરિકાના ખુલાસાથી ખળભળાટ