Announcement/ ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે આ ઉપકરણો વગાડશો નહીં, નહિતર દંડાશો : કલેકટર રેમ્યા મોહનનું જાહેરનામું

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે તા.21/2/2021ના રોજ થનાર મતદાન તેમજ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત તેમજ નગરપાલીકાની સામાન્ય ચૂંટણી માટે તા.28/2/2021 ના રોજ થનાર મતદાન અન્વયે સમગ્ર ચૂંટણી પ્રકિયા

Gujarat
remya mohan ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે આ ઉપકરણો વગાડશો નહીં, નહિતર દંડાશો : કલેકટર રેમ્યા મોહનનું જાહેરનામું

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે તા.21/2/2021ના રોજ થનાર મતદાન તેમજ તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત તેમજ નગરપાલીકાની સામાન્ય ચૂંટણી માટે તા.28/2/2021 ના રોજ થનાર મતદાન અન્વયે સમગ્ર ચૂંટણી પ્રકિયા દરમ્યાન રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેના કાર્યકર્તા, તથા સમર્થકો દ્વારા ચૂંટણી પ્રચાર ઝુંબેશ માટે વપરાતા લાઉડ સ્પીકરનો ઉપયોગથી થતું ધ્વનિ નિવારવા અને જનતાની શાંતીમાં ખલેલ પડતી અટકાવવા એક જાહેરનામું રાજકોટ જિલ્લાના જિલ્લા મેજીસ્ટ્રેટ રેમ્યા મોહન એ પ્રતિબંધાત્મક હુકમો જારી કર્યા છે, જે મુજબ કોઇ પણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ સક્ષમ અધિકારીની પરવાનગી મેળવીને સવારના 8-00 કલાકથી રાત્રીના 10-00કલાક સુધી જ થઇ શકશે.

Political / ચીન સાથે સરહદ પરના ગતિરોધ અંગે રક્ષામંત્રી દેશને ગેરમાર્ગે દોરે છે : રણજીત સુરજેવાલા

ચુંટણી પ્રચારના કામે વાહન ઉપરના સ્ટટેટીક અથવા માઉન્ટેડ/લગાડેલ ફરતા લાઉડ સ્પીકરનો ઉપયેાગ સવારના 8-00કલાકથી રાત્રીના 10-00 કલાક સુધી જ થઇ શકશે. કોઇ પણ પ્રકારના વાહન પર કે સ્થળે સક્ષમ અધિકારીની નિયમાનુસારની પરવાનગી મેળવ્યા સિવાય ચૂંટણી પ્રચાર અર્થે કોઇ પણ પ્રકારના લાઉડ સ્પીકર મુકી શકાશે નહી. સક્ષમ અધિકારીએ આપેલ પરવાનગી સીવાયના કોઇપણ વિસ્તાર કે સ્થળે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં.

China / વિવાદ અને ચીન જનમ-જનમનાં સાથી : પડોશનાં 6 દેશોની 41.13 લાખ સ્કવેર કિમી જમીન પચાવી પાડી

પરવાનગીમાં સપષ્ટ નિર્દેશ કરેલ હોય કે ન હોય તો પણ લાઉડ સ્પીકરનો ઉપયેાગ સવારના 8-00 કલાકથી રાત્રીના 10-00 કલાક સુધી જ થઇ શકશે. કોઇ પણ મતદાન વિસ્તારમાં મતદાન સમાપ્ત કરવા માટે નિયત કરવામાં આવેલા સમયના 48 કલાક પહેલા કોઇ પણ પ્રકારના લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી શકાશે નહીં. રાજકોટ શહેર અને ગ્રામ્ય સહીત સમગ્ર રાજકોટ જિલ્લાને આ હુકમો તા. 5/3/2021 સુધી લાગુ પડશે, જેનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

Strict / સોશિયલ મિડીયા સામે આક્રોશ : ફેક ન્યૂઝ અને હિંસાને પ્રોત્સાહન અપાશે તો થશે કડક કાર્યવાહી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…