Bird-flu/ યૂપી સહિત 7 રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત, કાનપુરમાં પક્ષીઘર સીલ, તો રાજધાની દિલ્હીમાં હાઇએલર્ટ

યૂપી સહિત 7 રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત, કાનપુરમાં પક્ષીઘર સીલ, તો રાજધાની દિલ્હીમાં હાઇએલર્ટ

Top Stories India
indonesia 2 યૂપી સહિત 7 રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત, કાનપુરમાં પક્ષીઘર સીલ, તો રાજધાની દિલ્હીમાં હાઇએલર્ટ
  • હિમાચલ,હરિયાણા,મધ્યપ્રદેશમાં એલર્ટ જાહેર
  • હિમાચલમાં 3500 પક્ષીઓને મારવા આદેશ
  • રાજસ્થાનનાં 11 જિલ્લામાં બર્ડ ફ્લૂને પગલે એલર્ટ
  • સવાઇ માધોપુર,મરેકોઆમાં બર્ડ ફ્લૂનો H5 સ્ટ્રેન મળ્યો
  • ગુજરાત,રાજસ્થાન,કેરળ,યૂપીમાં એલર્ટ જાહેર
  • ગુજરાતમાં પણ એલર્ટ કરાયું જાહેર
  • મહાનગરોનાં પક્ષીઘર બંધ કરવા આદેશ

દેશમાં અત્યારે મોટા પ્રમણમાં બર્ડ ફ્લુ નો ખતરો મંડરાઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં પણ આ રોગની પુષ્ટિ કરવામાં આવી છે. કાનપુર ઝૂને બર્ડ ફ્લૂ વાયરસ મળ્યા બાદ સીલ કરી દેવામાં આવ્યું છે. ચાર પક્ષીઓનાં મોતનાં તપાસ અહેવાલમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ કરવામાં આવી છે. કાનપુર કમિશનર રાજશેખરના આદેશથી ઝૂની આસપાસનો વિસ્તાર રેડ ઝોન જાહેર કરાયો છે. વહીવti તંત્ર સાથે  વિસ્તારના રહીશોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.

Kerala Considers Declaring Bird Flu as State Disaster, High Alert Sounded After Cases in 2 Districts

ઉત્તર પ્રદેશ અને હરિયાણા બંને પડોશી રાજ્યો એવિયન ઈન્ફલ્યુએન્ઝાથી પીડિત હોવાને કારણે, દિલ્હી પહેલાથી જ નિશાના ઉપર છે.  સતત ઘણા દિવસોથી દિલ્હીમાં વિવિધ સ્થળોએ કાગડાઓ મરવાની સંખ્યામાં વધારો થયો છે.

Bird flu: Centre asks all states to be prepared for any eventuality - The Week

આવી સ્થિતિમાં દિલ્હી સરકારે બર્ડ ફ્લૂના જોખમને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પણ તેજ કરી દીધી છે. મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે ગાઝીપુર પોલ્ટ્રી ફોર્મ 10 દિવસથી બંધ છે. જ્યારે હાલમાં જીવંત પક્ષીઓની આયાત પર પ્રતિબંધ છે. દિલ્હીના દરેક જિલ્લામાં દેખરેખ માટે સર્વેલન્સ ટીમો બનાવવામાં આવી છે. પશુચિકિત્સકો સતત સર્વેક્ષણ કરી રહ્યા છે. સંજય તળાવ, ભાલાસ્વા તળાવ અને મરઘાં માર્કેટ ઉપર નજર રાખવામાં આવી રહી છે. જણાવી દઈએ કે મૃત પક્ષીઓ વિશે માહિતી આપવા માટે હેલ્પલાઈન નંબર 23890318 પણ જારી કરવામાં આવ્યો છે. નોધનીય છે કે,  કેરળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત પહેલાથી જ બર્ડ ફ્લૂની લપેટમાં છે.

Bird Flu triggers worries of another pandemic, World News | wionews.com

બર્ડ ફ્લૂની પુષ્ટિ થયા પછી હિમાચલ પ્રદેશના પોંગ વિસ્તારમાં હંગામો થયો છે. દર વર્ષે સ્થળાંતર કરનારા પક્ષીઓ અહીં આવે છે. બર્ડ ફ્લૂની પુષ્ટિ થયા બાદ અહીં 3500 સ્થળાંતર કરનારા પક્ષીઓ માર્યા ગયા છે. આ સિવાય રાજસ્થાનના 11 જિલ્લામાં બર્ડ ફ્લૂનો કહેર છે. જેમાં સવાઈ માધોપુર, પાલી, દૌસા અને જેસલમેરનો સમાવેશ થાય છે. સવાઈ માધોપુરમાં બર્ડ ફ્લૂનો એચ 5 સ્ટ્રેઇન મૃત કાગડામાંથી મળી આવ્યો છે.

Avian Influenza: Cook Eggs, Meat Fully, Says Union Minister Giriraj Singh On Fears Over Bird Flu Spread To Humans

મનુષ્ય પર બર્ડ ફ્લૂની અસર

બર્ડ ફ્લૂના મોટાભાગે માનવીઓને અસર કરતા નથી. જો કે, આ રોગ ચેપગ્રસ્ત પક્ષીના મળ, નાક, મોં દ્વારા ફેલાય છે. કેન્દ્રએ તમામ રાજ્યોને જાગ્રત રહેવા અને મનુષ્યમાં રોગની સંભાવના ટાળવાનું  કહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એકવાર ચિકન અથવા મરઘાંની વાનગી સંપૂર્ણ રીતે રાંધ્યા બાદ ખાવાનું સલામત છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો