Not Set/ ઉત્તરાયણમાં પક્ષીઓની વારે સરકાર, પક્ષીઓ માટે શરૂ કર્યું ‘કરુણા અભિયાન’

ગાંધીનગરઃ ઉત્તરાયણમાં સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર ઉજવાય છે. ત્યારે પંતગના દોરીથી અબોલ પક્ષીઓ ઝખમી થતા હોય છે. ઘણા કિસ્સમાં પક્ષીઓ મૃત્યુ પણ પામતા હોય છે. આવા પક્ષીઓને રક્ષણ આપવા રાજ્ય સરકાર ‘કરુણા અભિયાન’ લઇને આવી છે. આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર લોકોમાં જાગૃતિ લાવશે. તેમજ 10 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યનું વહિવટી તંત્ર જીવદયા પ્રેમીઓ […]

Gujarat

ગાંધીનગરઃ ઉત્તરાયણમાં સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર ઉજવાય છે. ત્યારે પંતગના દોરીથી અબોલ પક્ષીઓ ઝખમી થતા હોય છે. ઘણા કિસ્સમાં પક્ષીઓ મૃત્યુ પણ પામતા હોય છે. આવા પક્ષીઓને રક્ષણ આપવા રાજ્ય સરકાર ‘કરુણા અભિયાન’ લઇને આવી છે.

આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર લોકોમાં જાગૃતિ લાવશે. તેમજ 10 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યનું વહિવટી તંત્ર જીવદયા પ્રેમીઓ સાથે મળીને તેમા કરશે.

આ માટે જિલ્લાના મુખ્યમંથકોએ હેલ્પાલાઇન, વિવિધ સ્થળોએ ઓપરેશન થિએટર તેમજ પક્ષીઓના સારવાર કેન્દ્રો ઉભા કરી, ઇજા થયેલા પક્ષીઓ માટે સારવાર આયોજન કરવામાં આવેલ છે.

અભિયાનમાં ચાઇનીઝ દોરી તેમજ ચાઇનીઝ માઝનો ઉપયોગ ના કરવા માટે લોકોમાં જાગૃતિ લાવવા તેમજ અબોલ પક્ષોનો જીવ ના લેવાય તે માટે મોબાઇલવાન દ્વાર જાગૃતિ ફેલાવવાનું આયોજન કરવામાં આવેલ છે.

આ અભિયાન માટે જિલ્લા કલેક્ટરને ખાસ કામગીરી સોપવામાં આવી છે.

-જિલ્લામાં હેલ્પલાઇન નંબર નક્કી કરીને વિસ્તૃત પ્રચાર કરવામાં આવશે

-જિલ્લામાં વાહનો નક્કી કરીને તેના પર બેનરો લગાવી અન્ય પ્રચાર માધ્યમો ગોઠવી, જનજાગૃતિ કેળવવાની કાર્યવાહી.

-મહાનગરપાલિકા, પશુપાલન અને વન વિભાગના વાહન દ્વારા ધાયલ થયેલા પક્ષીઓને હોસ્પિટલ સુધી લઇ જવાની વ્યવસ્થા કરવી

-જિલ્લામાં આવેલા તમામ પશુ ચિકિત્સકોની ટીમ બનાવીને પશુ દવાખાના સતત કાર્યરત રાખવા તેવી વ્યવસ્થા ગોઠવી

-જનજાગૃતિ લોકોને તેમજ સ્કુલના બાળકોને સીડી બતાવીને જરૂરી માહિતી પૂરી પાડવી અને તેમજ તાલિમ આપવી. જેવા કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.