જય જગન્નાથ/ બે વર્ષના લાંબા અંતરાલ બાદ ભગવાન જગન્નાથ ભક્તો સાથે નીકળ્યા નગરચર્યાએ, CM ભુપેન્દ્ર પટેલે કરી પહિન્દ વિધિ

સવારે વહેલી 3.55 વાગ્યે જગન્નાથજી મંદિરના કપાટ ખૂલ્યાં હતા. અને ચાર વાગ્યે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે  મંગળા આરતી કરી હતી. ત્યાર બાદ સવારે 4.40 વાગ્યે ભગવાનની આંખો ઉપરથી પાટા ખોલવામાં આવ્યા હતા

Top Stories Ahmedabad Gujarat
1235 બે વર્ષના લાંબા અંતરાલ બાદ ભગવાન જગન્નાથ ભક્તો સાથે નીકળ્યા નગરચર્યાએ, CM ભુપેન્દ્ર પટેલે કરી પહિન્દ વિધિ

છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ભક્તો રથયાત્રા(rathyatra)માં સામેલ થઈ શક્ય હતા નહી. પરતું હવે કોરોના(corona)નું જોર ઘટતા રંગે ચંગે ભગવાન જગન્નાથ(jagnnath) પોતાના ભક્તોને દર્શન આપવા માટે નગર ચર્યાએ નીકળ્યા છે.વહેલી સવારે મંગલા આરતી અને ત્યાર બાદ પહિન્દ  વિધિ બાદ ભગવાન ને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. અને ભક્તોએ સમગ્ર વાતાવરણ જય રણછોડ માખણ ચોરના જયકારના નારાથી ગુંજવી મૂક્યું હતું.

મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

સવારે વહેલી 3.55 વાગ્યે જગન્નાથજી મંદિરના કપાટ ખૂલ્યાં હતા. અને ચાર વાગ્યે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે  મંગળા આરતી કરી હતી. ત્યાર બાદ સવારે 4.40 વાગ્યે ભગવાનની આંખો ઉપરથી પાટા ખોલવામાં આવ્યા હતા. સવારે 5.00 વાગ્યે ભગવાન ને ખિચડીનો થાળ ભોગ ધરાવવામાં આવ્યો હતો.. 5.21 વાગ્યે ભગવાન જગન્નાથને  રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. 5.30 વાગ્યે બહેન સુભદ્રાને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ને ત્યાર બાદ 5.38 વાગ્યે તેમના ભાઈ બલભદ્ર ને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.

1235 1 બે વર્ષના લાંબા અંતરાલ બાદ ભગવાન જગન્નાથ ભક્તો સાથે નીકળ્યા નગરચર્યાએ, CM ભુપેન્દ્ર પટેલે કરી પહિન્દ વિધિ

સવારે 6.55 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે સોનાની સાવરણી થી પાહિન્દ વિધિ કરી હતી. અને રથ ખેંચી  પ્રસ્થાન કરાવ્યું હતું.  સવારે 6.57 વાગ્યે મંદિર પરિસર માં થી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સવારે 7.08 વાગ્યે ત્રણેય રથ અંદિર પરિસર ની બહાર આવ્યા હતા. જ્યાં અનેક ભક્તો પહેલે થી જ ભગવાનના દર્શન માટે ભીડ લગાવી બેઠા હતા.

પહિન્દ  વિધિ શું છે ?

રથયાત્રા પહેલાં મંગળા આરતી થાય છે અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રીના પાહિન્દ વિધિ કરે છે. આ વિધિ ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહેરા’ વિધિ પરથી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે રાજ્યના રાજા એ જગન્નાથજીના પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે અને પાણી છાંટે છે. પછી જ ભગવાન રથમાં બિરાજે છે. આ વિધિને શહેરમાં પહિન્દ વિધિ તરીકે ઓળખવામાં આવે છે.  ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે.

આટલા કિલો પ્રસાદનું થશે વિતરણ 

3 હજાર કિલો મગ…500 કિલો જાંબુ
300 કિલો કેરી…400 કિલો કાકડી

  • યાત્રાનો દોઢ કરોડનો વીમો
  • 18 શણગારેલા ગજરાજ
  • 101 ટ્રક…30 અખાડા
  • 18 ભજન મંડળી..3 બેન્ડવાજા
  • 1 હજાર ખલાસી
  • 2 હજાર કરતા વધુ સંતો