Kheda/ ડાકોરમાં હવે રણછોડરાયજીના દર્શન કરવા વેક્સિનેશન ફરજિયાત જરૂરી

ગુજરાતમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં સૌથી ઓછું રસીકરણ નોંધાયું છે. સૌથી ઓછું રસીકરણ હોવાથી તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે

Gujarat Others
Untitled 288 ડાકોરમાં હવે રણછોડરાયજીના દર્શન કરવા વેક્સિનેશન ફરજિયાત જરૂરી

રાજયમાં કોરોનાની બીજી લહેર  ભયાનક જોવા મળી હતી. જે અંતર્ગત લાખો  લોકો  કોરોનામાં મૃત્યુ પામ્યા હતા.  સરકાર દ્વારા રસુકરણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે . જે અંતર્ગત હવે દરેક  સહેર તેમજ ધાર્મિક સ્થળો એ વેક્સીનેસન ફરજીયાત કરવામાં આવ્યું છે. જે અંતર્ગત  ખેડા જિલ્લાના ઠાસરા તાલુકા વહિવટી તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. ડાકોરના રહીશોને રણછોડજીના દર્શન કરવા હશે તો હવે વેક્સીન સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. રસી નહીં લીધો હોય તો મંદિરમાં પ્રવેશ નહીં મળે. ઠાસરા પ્રાંત ઓફિસમાં મળેલી બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરની બહાર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અને આ અંગે ડાકોર નગરપાલિકા દ્વારા મંદિર મેનેજમેન્ટને પણ પત્ર લખવામાં આવ્યો છે.

આ પણ વાંચો ;IPL 2021 / અશ્વિન T20 ફોર્મેટમાં શ્રેષ્ઠ બોલર નથી, જાણો કોણે આપ્યું આવુ ચોંકાવનારું નિવેદન

ગુજરાતમાં ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં સૌથી ઓછું રસીકરણ નોંધાયું છે. સૌથી ઓછું રસીકરણ હોવાથી તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી અન્વયે મંદિર બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. તો આ મામલે ડાકોર નગરપાલિકા દ્વારા મંદિર મેનેજમેન્ટને પત્ર લખવામાં આવ્યો છે.

આ પણ વાંચો ;નવો આઈટી કાયદો અમલમાં લાવવાની સરકારની તૈયારી / બિટકોઈન અને ગોપનીયતા પર રહેશે કેન્દ્ર સ્થાને

ખાસ કહેવું રહ્યું કે હજુપણ દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની દહેશત છે. જેને પગલે સરકારે વેક્સિન ઝડપી બનાવ્યું છે. પરંતુ, ઘણા વિસ્તારોમાં હજુ વેક્સિનેશનને લઇને લોકોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. ત્યારે આ મામલે હવે સરકાર પણ કડકમાં કડક નિયમો અમલી બનાવે તે જરૂરી બન્યું છે.