વડોદરા
વડોદરામાં સર્કિટ હાઉસ ખાતે ખાસ દિગ્વાંગો માટે મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિગ્યાંગો દ્વારા કરવામાં આવેલી ફરિયાદ સાંભળવામાં આવી હતી.
મહત્વનું છે કાયદાકીય દ્રષ્ટ્રીએ દિવ્યાંગો માટે કેટલાક વિશેષ પ્રકારના કાયદા અને નિયમો ઘડવામાં આવ્યા છે. પરંતુ તેનો ઉપયોગ થતો નથી ત્યારે મોબાઈલ કોર્ટ દ્વારા સરળતાથી તેમની ફરિયાદ સાંભળી શકાય અને ઝડપથી તેનો નિકાલ લાવી શકાય તે હેતુથી મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું છે.
વિખ્યાત આઈ.એ.એસ વિકલાંગતા ધરાવતા લોકો માટેના કમિશ્નર ડી.એન.પાંડે ધ્વારા સર્કીટ હાઉસ ખાતે ખાસ દીવ્યાંગો માટે મોબાઈલ અદાલત યોજવામાં આવી હતી. જેમાં દિગ્વાંગો ધ્વારા કરવામાં આવેલી ફરિયાદો સંભાળવમાં આવી હતી જે મોટે ભાગે વડોદરા મહાનગર સેવાસદન,ટાઉન પ્લાનિંગ વિભાગ,વુડા ટાઉન પ્લાનિંગ,રોડ અને બિલ્ડીંગ ડીપાર્ટમેન્ટ,અને સ્માર્ટ સીટી વડોદરા સહિતના સ્થાનિક સત્તાવાળાઓ સામે હતી.

વિકલાંગો તરફથી રજુઆતોનો મુખ્ય વિષય એ હતો કે, મોટા ભાગના દીવ્યાંગો માટે દુકાનો, કચેરીઓ, રેલ્વે અને બસ સ્ટેશન, સરકારી ઈમારતો, અદાલતો, સ્વીમીંગ પુલ્સ, સભાગૃહ અને સિનેમાઘરો વિગેરે અપ્રાપ્ય છે. તે દીવ્યંગો માટે સુગમ્ય ન હોય ઉપયોગી નથી.

૨૦૧૬ માં અદ્યતન કાયદા પસાર થયા છે. જેમાં દીવ્યાંગો માટે સુગમ અને સુલભ રૂપી બાંધકામ કરે જેથી તેઓ પણ સામાન્ય વ્યક્તિની જેમ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરી શકે. આવા અનેક વિષયોની ફરિયાદ આજ રોજ દીવ્યાંગો માટે ખાસ યોજાયેલી મોબાઈલ કોર્ટ સાંભળવામાં આવી હતી અને મોટેભાગે રજુઆતો સાંભળી જેતે વિભાગ ને સ્થળ પર જ યોગ્ય આદેશ આપવામાં આવ્યા હતા.

જેમકે પાદરાના એક દિવ્યાંગ ધ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, પાદરા નગરપાલિકા ધ્વારા ૪૫ સફાઈ કામદારોની ભરતી કરવામાં આવી છે જેમાં દીવ્યાંગો માટે સરકારી નોકરી માં ૪ ટકા અનામત નો કાયદો હોવા છતાં સફાઈ કામદારો ની ભરતી માં આ અનામત આપવામાં આવી નથી જેને લઈને આઈ.એ.એસ ડી એન પાંડે ધ્વારા પાદરા નગરપાલિકા ને દીવ્યાંગો માટે ૪ ટકા અનામત સાથેની ભરતી બહાર પાડવા નો આદેશ કરાયો હતો.
