Vadodara News/ હુકમનો અનાદર કરનારા વડોદરાના કલેક્ટરને હાઇકોર્ટે ખખડાવ્યા

હુકમનો અનાદર કરનારા વડોદરાના કલેક્ટરને ગુજરાત હાઇકોર્ટે ખખડાવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે કલેક્ટર બીજલ શાહને ખેતીની જમીન બિનખેતી માટે એનએ કરવામાં વિલંબ થતા ખખડાવ્યા હતા.

Gujarat Vadodara Breaking News

Vadodara News:  હુકમનો અનાદર કરનારા વડોદરાના કલેક્ટરને ગુજરાત હાઇકોર્ટે ખખડાવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે કલેક્ટર બીજલ શાહને ખેતીની જમીન બિનખેતી માટે એનએ કરવામાં વિલંબ થતા ખખડાવ્યા હતા. હાઇકોર્ટના હુકમનો અનાદર કરવા બદલ તેમની સામે કન્ટેમ્પટ ઓફ કોર્ટનો કેસ નોંધાયો હતો.

ખેડૂત અરજદારે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. પિટિશનને લઈને હાઇકોર્ટની ખંડપીઠમાં સુનાવણી ચાલી હતી. કલેક્ટોરેટ ઓથોરિટીના વલણને લઈને હાઈકોર્ટની નારાજગી જોવા મળી હતી. હાઇકોર્ટે કલેક્ટરનો ઉધડો લઈને ચેતવણી આપી હતી. ગુજરાત હાઇકોર્ટે કલેક્ટરને ત્યાં સુધી જણાવી દીધું હતું કે રાતોરાત ગાંધીનગર જવું પડે તો જાવ, આ કેસમાં જે કરવું હોય તે કરો, પણ અમારા આદેશનું પાલન કરો.

ગુજરાત હાઇકોર્ટના આદેશના પગલે સરકારના સચિવે રાતોરાત બેઠક બોલાવી હતી. વડોદરા કલેક્ટર સહિતના સત્તાધીશોની બેઠક બોલાવી હતી. તેના અંગે  બાબતમાં સરકારી પ્રક્રિયા ક્યાં પહોંચી છે તે બતાવીને તેના અંગે તાત્કાલિક રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું હતું કે યોગ્ય નિર્ણય સાથે કોર્ટમાં રૂબરૂ હાજર થાઓ નહીં તો કોર્ટમાં તમારી સામે જ ચાર્જ ફ્રેમ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રથયાત્રા નિમિત્તે AMTS, BRTS નહીં દોડે, કાલુપુરના કેટલાક રૂટ કરાયા બંધ

આ પણ વાંચો:Gujarat Rain Live 6 July: ગુજરાતમાં આજે કેટલો છે વરસાદ…

આ પણ વાંચો:અમરેલીમાં શું પિતાની જેમ પુત્રી પણ રાજકારણનો સ્વાદ ચાખી શકશે…

આ પણ વાંચો:અમદાવાદમાં બિલ્ડરોની ભાગીદારીનો ભોગ બનતી પ્રજા