Not Set/ વડોદરા/ 15 કરોડનાં ખર્ચે લેવાયેલ મશીન ધૂળધાણી, હોસ્પિટલની લાલીયાવાડી સામે સવાલો ઉઠી રહ્યા છે

દેશમાં અનેક શહેરોમાં સરકારી હોસ્પિટલોમાંથી સામે આવી રહેલા મોતનાં આંકડા અને આંકડામાં થઇ રહેલા અવિરત વધારા વચ્ચે કોટાની જે કે લોન હોસ્પિટલમાં થયેલા 112 બોળકોનાં મોત માટે પ્રાથમિક તપાસમાં ચીનની હલકી ગુણવત્તાવાળી મેડિકલ એક્સેસરીઝ અને મશીનરીઝનો વપરાશ અને કમિશનનું પ્રોપર સેટીંગ ન સરકાર દ્વારા લાખો ખર્ચી ખરીદવામાં આવેલા છતા, બંધ પડેલા મશિનો હોવાનું સામે આવી […]

Gujarat Vadodara
vd2 વડોદરા/ 15 કરોડનાં ખર્ચે લેવાયેલ મશીન ધૂળધાણી, હોસ્પિટલની લાલીયાવાડી સામે સવાલો ઉઠી રહ્યા છે

દેશમાં અનેક શહેરોમાં સરકારી હોસ્પિટલોમાંથી સામે આવી રહેલા મોતનાં આંકડા અને આંકડામાં થઇ રહેલા અવિરત વધારા વચ્ચે કોટાની જે કે લોન હોસ્પિટલમાં થયેલા 112 બોળકોનાં મોત માટે પ્રાથમિક તપાસમાં ચીનની હલકી ગુણવત્તાવાળી મેડિકલ એક્સેસરીઝ અને મશીનરીઝનો વપરાશ અને કમિશનનું પ્રોપર સેટીંગ ન સરકાર દ્વારા લાખો ખર્ચી ખરીદવામાં આવેલા છતા, બંધ પડેલા મશિનો હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે બાળકોનાં મોતનો આ આંકડો ગુજરાતના શહેરોની સરકારી હોસ્પિટલોમાં પણ બીલકુલ ઓછો નથી,ઉલ્ટાનું રાજસ્થાનને પણ પાછળ છોડી તેવા આંકડા ગુજરાતની હોસ્પિટલોમાંથી પણ સામે આવ્યા છે. ત્યારે ફરી આવી જ ગંભીર બેદરકારી અને લાલીયાવાડી વડોદરાની હોસ્પિટલમાંથી પણ સામે આવી રહી છે.

vdr 1 વડોદરા/ 15 કરોડનાં ખર્ચે લેવાયેલ મશીન ધૂળધાણી, હોસ્પિટલની લાલીયાવાડી સામે સવાલો ઉઠી રહ્યા છે

જી હા વડોદરાની સરકારી હોસ્પિટલમાં લાલીયાવાડીને કારણે સરકાર દ્વારા લોકોની મહેનત અને પરસેવાનાં પૈસાથી 15 કરોડના ખર્ચે લોકોનો જીવ બચાવવા ખરીદવામાં આવેલ મશીન ધૂળધાણી હાલતમાં હોવાનું સામે આવી રહ્યું છે. વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલનાં તંત્ર પર આ  મામલે અને આ રીતે સરકારે આપેલી સુવિધા છતા, તેની આવી હાલત કરવા બાબતે અનેક પ્રકારનાં ગંભીર સવાલો ઉભા થઇ રહ્યા છે. શું ગુજરાતમાં પણ કોટાની હોસ્પિટલની જેમ કમિશનનું સેટીંગ નથી થયું કે જેથી વડોદરાની હોસ્પિટલમાં આ મશીનરી દર્દીનાં જીવ બચાવવાને બદલે મશિનરી પોતે જ બચાવો બચાવો બરાડી રહી છે.

vdr1 2 વડોદરા/ 15 કરોડનાં ખર્ચે લેવાયેલ મશીન ધૂળધાણી, હોસ્પિટલની લાલીયાવાડી સામે સવાલો ઉઠી રહ્યા છે

આપને જણાવી દઇએ કે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓના સીટી સ્કેન માટે સરકાર દ્વારા 15 કરોડનાં ખર્ચે લાવવામાં આવેવ મશીન બંધ અને ઘૂળઘાણી હાલતમાં છે ત્યારે કેન્સર વોર્ડ માટે લાવવામાં આવેલ મશીન બંઘ હોવાથી કેન્સરના દર્દીઓએ ટેસ્ટ માટે ખાનગી લેબમાં જવું પડે છે.

શા કારણે ઉપયોગમાં નથી લેવાતું મશીન? ખાનગી સેન્ટર સાથે મિલીભગત કારણભૂત? કે પછી કોટા જેવો ક્યાસ અહીં પણ છે ?

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.