Vadodara News:વડોદરા શહેરમાં પ્રેમપ્રકરણને લઈને મારામારીની ઘટના સામે આવી છે.શહેરના ઇન્ડિયાબુલ્સ મોલ (Indiabulls Mall)ની એક ઓફિસમાં ત્રણ યુવકોએ મળી એક યુવકને માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.માહિતી મુજબ સંબંધોને લઈને થયેલા વિવાદમાં મારામારી થઈ હતી અને આ ઘટનામાં એક યુવતીની હાજરી પણ નોંધાઈ છે. વીડિયો વાયરલ (Viral Video) થતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

સાંસ્કૃતિક નગરી વડોદરામાં શહેરના જેતલપુર વિસ્તારમાં પ્રેમ સંબંધની શંકામાં એક યુવકને જાહેરમાં ક્રૂરતા પૂર્વક માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને હચમચાવી નાખનારી આ ઘટનામાં યુવક પર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હોવાનું સ્પષ્ટપણે આ વીડિયોમાં જોવા મળે છે. વાયરલ વીડિયોમાં એક યુવતી ઉભી છે જ્યારે ત્રણ યુવકો એકલા ઉભેલા યુવકને માર મારી રહ્યા છે.
વીડિયો વાયરલ (Viral Video) થતાં લોકોમાં રોષ
આ ત્રણ યુવકો યુવક સાથે દુર્વ્યવહાર કરે છે અને તેને ગંદી ગંદી ગાળો ભાંડી રહ્યા છે, એટલું જ નહીં તેને બધાની સામે ખૂબ જ અપમાનજનક ઉઠક બેઠક કરવા મજબૂર કરે છે.વીડિયો (Viral Video)માં દેખાતી મહિલા ત્યાં શાંતીથી ઊભી છે જેને લઈને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે. જો કે હિંસાની આટલી ગંભીર અને જાહેર ઘટના છતાં, કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી જે આશ્ચર્યજનક છે.

માહિતી અનુસાર આ વીડિયો વાયરલ (Viral Video) થયા પછી અને મામલો વધુ વકરે તે પહેલાં આ બંને પક્ષોએ મામલો શાંતિથી ઉકેલી લીધો હતો.હાલમાં, વીડિયોમાં દેખાતા તમામ લોકોની ઓળખ થઈ નથી, અને પોલીસ વાયરલ વીડિયોના આધારે તપાસ કરી રહી છે. જેતલપુર જેવા વ્યસ્ત વિસ્તારમાં બનેલી આ ઘટનાએ હવે શહેરમાં ચર્ચા જગાવી છે.
આ પણ વાંચો:વડોદરાના પાણીગેટ વિસ્તારમાં પ્રેમ વિવાદને કારણે જીવલેણ હુમલો થવાની શંકા, યુવકનું મોત
આ પણ વાંચો:વડોદરા પાદરાની મહેલી તલાવડી પાસે યુવકની ઘાતકી હત્યા, તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યારો ફરાર
આ પણ વાંચો:વડોદરામાં અરેરાટી સર્જાતી બની ઘટના, 100 રૂપિયા માટે મિત્રએ જ મિત્ર પર કર્યો જીવલેણ હુમલો !
