Not Set/ વડોદરા: અમુલ પાર્લરનાં ગોડાઉનમાં ચોકલેટના બોક્સમાંથી મળ્યો દારૂનો જથ્થો

ચોકલેટનાં બોક્સમાં છુપાવાયો હતો દારૂનો જથ્થો માંજલપુર જયુપીટર ચોકડી પાસે ગોડાઉનમાં પોલીસનો દરોડો 62,200 રૂ.કિંમતનો વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો ગોડાઉનનાં સુપરવાઇઝર સહિત બે જણાંની ધરપકડ અમુલનાં ડીલરની સંડોવણી અંગે પોલીસ કરી રહી છે તપાસ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે. દારૂના વિક્રેતાઓ દ્વારા દારૂના શોખીનોના શોખને પુરા કરવા માટે નિતનવા ગતકડા અપનાવે […]

Gujarat Vadodara
caa kite 1 વડોદરા: અમુલ પાર્લરનાં ગોડાઉનમાં ચોકલેટના બોક્સમાંથી મળ્યો દારૂનો જથ્થો

ચોકલેટનાં બોક્સમાં છુપાવાયો હતો દારૂનો જથ્થો

માંજલપુર જયુપીટર ચોકડી પાસે ગોડાઉનમાં પોલીસનો દરોડો

62,200 રૂ.કિંમતનો વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો

ગોડાઉનનાં સુપરવાઇઝર સહિત બે જણાંની ધરપકડ

અમુલનાં ડીલરની સંડોવણી અંગે પોલીસ કરી રહી છે તપાસ

ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ રહી છે. દારૂના વિક્રેતાઓ દ્વારા દારૂના શોખીનોના શોખને પુરા કરવા માટે નિતનવા ગતકડા અપનાવે છે. ક્યારેક ટ્રકમાં કે રીક્ષામાં ચોરખાના બનાવીને તો ક્યારેક ઝોમેટો કે સ્વેગી ના દિલીવરી બોય બની, તો કયારેય દુધના કેન માં મુકીને, તો ક્યારેક સ્કુલ બેગમાં ભરીને દારૂનું વેચાણ કરવામાં આવે છે.

સંસ્કારીનગરી વડોદરા ખાતેથી આવું જ એક દારુ વેચાણનું કૌભાંડ સામે આવ્યુ છે. વડોદરા ક્રાઇમ બ્રાંચે માંજલપુર વિસ્તારમાં આવેલા અમુલ દૂધ પાર્લરના ગોડાઉનમાં ચોકલેટના બોક્સમાં છૂપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાંચને મળેલી બાતમીને આધારે માંજલપુર વિસ્તારમાં જ્યુપીટર ચોકડી પાસે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ચોકલેટના બોક્સમાં છૂપાવેલો વિદેશી દારૂનો જથ્થો  મળી આવ્યો હતો. આ દરોડામાં કુલ 62,200 રૂ.કિંમતનો વિદેશી દારુનો જથ્થો મળી આવ્યો હતો. ક્રાઇમ બ્રાંચે સમગ્ર ઘટનામાં 2 આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.