Not Set/ વાહ રે પોલિસ, હેલ્મેટ નહીં પહેરનાર યુવકને ઉઠબેસ કરાવી પોતે હેલ્મેટ વગર નીકળી પડી, VIDEO

વડોદરા, વડોદરામાં છેલ્લા ઘણા સમયથી  પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં પોલીસ ખુદ કાયદા-નિયમોનું પાલન નથી કરતી અને નાગરિકો હેલ્મેટ લાયસન્સ વગર નીકળે તો તેમને જાહેર રોડ પર ઉઠકબેઠક કરાવવાની સજા આપવામાં  આવે છે. વડોદરાના શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પરનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં 5 થી 6 પોલીસકર્મી પોતાના વિહિકલ પર રોડ જતા પર […]

Top Stories Gujarat Vadodara Trending Videos
9b783670 0746 4b05 93f8 86f39820c201 3 વાહ રે પોલિસ, હેલ્મેટ નહીં પહેરનાર યુવકને ઉઠબેસ કરાવી પોતે હેલ્મેટ વગર નીકળી પડી, VIDEO

વડોદરા,

વડોદરામાં છેલ્લા ઘણા સમયથી  પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. વડોદરા શહેરમાં પોલીસ ખુદ કાયદા-નિયમોનું પાલન નથી કરતી અને નાગરિકો હેલ્મેટ લાયસન્સ વગર નીકળે તો તેમને જાહેર રોડ પર ઉઠકબેઠક કરાવવાની સજા આપવામાં  આવે છે. વડોદરાના શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પરનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં 5 થી 6 પોલીસકર્મી પોતાના વિહિકલ પર રોડ જતા પર નજરે પડે છે જોકે તેમાંથી એક પણ પોલીસ કર્મીએ હેલ્મેટ પહેર્યું નથી.

જયારે એક બીજા વીડિયોમાં એક નાગરિક વગર હેલ્મેટે નીકળે છે ત્યારે 4થી5 પોલીસ કર્મી  તેને ઘેરીને ઉભા રહી જાય છે અને તેની પાસે લાયસન્સ સહીતના પુરાવાઓ માંગતા હોય તેમ નજરે પડી રહ્યા છે. પરંતુ ટ્રાફિક નિયમનની યોગ્ય વ્યવસ્થા કર્યા વગર ફક્ત નાગરિકોને દંડવા તે કેટલા યોગ્ય છે તે એક સવાલ ઉભો થયો છે.

નવાપુરા પોલીસે મોડી રાત્રે ખંડેરાવ માર્કેટ પાસે વાહન ચેકિંગની કામગીરી હાથધરી હતી. જેમાં વાહન ચાલક પાસે લાયસન્સ સહીતના પુરાવાઓ  માંગ્યા હતા. બાઇક ચાલકે તેની પાસે અગાઉથી મેમો હોવાનું જણાવ્યું હતું તેમ છતા તેને જાહેરમાં ઉઠક બેઠક કરાઇ હતી.. તો  બીજી તરફ પોલીસ જવાન પોતે કાયદાનો  ભંગ કરી હેલ્મેટ વગર જતા દેખાયા હતા. તો શું  કાયદ અને નિયમો  મફત સામાન્ય નગારીકો માટે જ છે?