Not Set/ વડોદરા: ST બસની અડફેટે આવતા એક મહિલાનુ મોત,બસચાલક બસ મુકી ફરાર

વડોદરા, વડોદરાના મોટાફોફળિયામાં સામૂહિક આરોગ્ય પાસે અકસ્માત સર્જાયો હતો. માલસરથી ડભોઇ તરફ જતી એસ.ટી બસે શારદાબેનને અડફેટે લેતા મહિલાનુ મોત નિપજ્યુ હતુ. શારદાબેન ટિફિન આપવા માટે દવાખાને પોતાના દિયરને ટિફિન આપવા જતા હતા ત્યારે આ ઘટના બની હતી. અકસ્માતને પગલે ST બસચાલક બસ મુકી ફરાર થયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી […]

Gujarat Vadodara Videos
mantavya 387 વડોદરા: ST બસની અડફેટે આવતા એક મહિલાનુ મોત,બસચાલક બસ મુકી ફરાર

વડોદરા,

વડોદરાના મોટાફોફળિયામાં સામૂહિક આરોગ્ય પાસે અકસ્માત સર્જાયો હતો. માલસરથી ડભોઇ તરફ જતી એસ.ટી બસે શારદાબેનને અડફેટે લેતા મહિલાનુ મોત નિપજ્યુ હતુ.

શારદાબેન ટિફિન આપવા માટે દવાખાને પોતાના દિયરને ટિફિન આપવા જતા હતા ત્યારે આ ઘટના બની હતી. અકસ્માતને પગલે ST બસચાલક બસ મુકી ફરાર થયો હતો.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતદેહને પી.એમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે શારદાબેનના અકસ્માતથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.