Kheda District/ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદથી ચકચાર

14 વર્ષની હતી ત્યારે સ્વામીએ કરી હતી જબરજસ્તી

Top Stories Gujarat
Beginners guide to 28 વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદથી ચકચાર

Kheda News : સ્વામીનારાયણના વધુ એક સ્વામી વિવાદોનાં વમળમાં ફસાયા છે. જેમાં વડતાલ સ્વામીનારાયણ મંદિરના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.  આ અંગે વાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ વડતાલ સ્વામીનારાયણ મંદિરના જગતપાવન સ્વામી સામે ડુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ અંગે ભોગ બનનારી પિડીતાનું નિવેદન પણ નોંધ્યું છે.સુત્રોના જમાવ્યા મુજબ જ્યારે આ સગીરા 14 વર્ષની હતી ત્યારે આરોપી જગતપાવન સ્વામીએ તેની સાથે જબરજસ્તી કરી હતી. 2016ની સાલમાં જગતપાવન સ્વામીએ આ સગીરાને  ગિફ્ટ લેવા માટે રૂમમાં બોલાવી હતસગીરાના જણાવ્યા મુજબ 2016માં આ ઘટના બની હતી ત્યારે 14 વર્ષની હતી. હું પરિવાર સાથે 2010થી મંદિરમાં જતી હતી. 2016માં તે ફોન દ્વારા સ્વામી જગતપાવન સ્વામીના સંપર્કમાં આવી હતી. તે સમયે જગતપાવન સ્વામી કોઠારી પદે હતા. તેમણે ગિફ્ટ આપવાને બહાને મંદિરના રૂમમાં બોલાવીને મારી સાથે જબરજસ્તી કરી હતી.

ત્યારબાદ તેમણે મને ધમકી આપી હતી કે આ વાત કોઈને કરીશ તો હું દવા પી લઈશ. તારા પરિવારને જાનથી મારી નાંખીશ.તે સિવાય જગતપાવન સ્વામીનું એક ગ્રુપ હતું.  તે મને વિડીયો કોલ કરાવતા હતા. ઉપરાંત ન્યુડ ફોટો મોકલવા પણ જણાવતા હતા. તે સિવાય મારી પાસે એવો કોઈ સોર્સ ન હતો કે હું ફરિયાદ કરી શકું હું. આ બનાવમાં આરોપીઓને કડક સજા થાય એવું ઈચ્છું છું જેથી કોઈ છોકરી સાથે તે આવું ન કરે.

આ ચકચારી બનાવમાં એચ.પી.સ્વામી અને કે.પી.સ્વામી વિરૂધ્ધ પણ જગતપાવન સ્વામીને મદદ કરી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં તસ્કરનો આતંક, 22 તોલા દાગીનાની ચોરી

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીમાં ખરાબ દેખાવના પગલે ડાંગ જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

આ પણ વાંચો: દ્વારકામાંથી 16 કરોડની કિંમતનું અફઘાની ચરસ પકડાયું