ભરૂચ/ વંદનાબા ચુડાસમાએ કોઈપણ પ્રેક્ટિસ વગર 25થી વધુ મેડલ અંકિત કર્યા

ભરૂચ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના ધર્મપત્ની વંદનાબા ચુડાસમાએ પટિયાલા ખાતે 64મી નેશનલ શોટગન શુટાઆઉટ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

Gujarat Others
દીવો 2 3 વંદનાબા ચુડાસમાએ કોઈપણ પ્રેક્ટિસ વગર 25થી વધુ મેડલ અંકિત કર્યા
  • ભરૂચ જિલ્લા પોલીસવડાના ધર્મ પત્ની વંદનાબા અને અન્ય 10 શૂટરોનો નેશનલ લેવલે શૂટઆઉટમાં ડંકો

    વંદનાબા ચુડાસમાએ કોઈપણ પ્રેક્ટિસ વગર બે વર્ષમાં 25 થી વધુ ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અંકિત કર્યા

  • જિલ્લાના શૂટરોએ રાજ્યમાં 100 % રિઝલ્ટ મેળવ્યું
  • ભોપાલ ખાતે 64મી નેશનલ શૂટિંગ સ્પર્ધામાં બતાવી પ્રતિભા

ભરૂચ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના ધર્મપત્ની વંદનાબા ચુડાસમાએ પટિયાલા ખાતે 64મી નેશનલ શોટગન શુટાઆઉટ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. જ્યારે ભરૂચ જિલ્લા રાઇફલ શુટિંગ કલબના 3 શૂટર ઇન્ડિયન ટીમની ઇન્ટરનેશનલ ટ્રાયલ માટે અને 7 શૂટર નેશનલમાં પસંદગી પામતા જિલ્લા રાઈફલ કલબના પ્રમુખ અરૂણસિંહ રણાએ તમામ શૂટરોને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા.

દીવો 2 4 વંદનાબા ચુડાસમાએ કોઈપણ પ્રેક્ટિસ વગર 25થી વધુ મેડલ અંકિત કર્યા

કોઈપણ જાતના કોચિંગ વગર ભરૂચ જિલ્લા SP રાજેન્દ્રસિંહ ચુડાસમાના પત્ની વંદનાબા છેલ્લા 2 વર્ષથી શૂટિંગ સ્પર્ધામાં પોતાના નામે ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ મેડલ અંકિત કરી રહ્યા છે. 64મી પટિયાલા ખાતે યોજાયેલી નેશનલ શોટગન શૂટિંગ ચેમ્પિયનશિપમાં આ સિદ્ધિ ડબલ ટ્રેપ ટીમ શૂટિંગમાં તેઓએ નિશાન ટાંકી મેળવી છે. જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચૂડાસમાના ધર્મપત્નિ વંદનાબાએ પણ પતિના માર્ગદર્શન તેમજ જાત મહેનત અને મજબુત મનોબળ હેઠળ 2 વર્ષમાં જ જિલ્લા સ્તરેથી લઈ રાષ્ટ્રીય કક્ષા સુધી શૂટીંગ સ્પર્ધામાં 25 ગોલ્ડ , સિલ્વર તેમજ બોન્ઝ મેડલ મેળવી મહિલા શકિતને ઉજાગર કરવા સાથે જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે ઝળકાવ્યુ છે.

દીવો 2 5 વંદનાબા ચુડાસમાએ કોઈપણ પ્રેક્ટિસ વગર 25થી વધુ મેડલ અંકિત કર્યા

જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ વંદનાબા ચૂડાસમાએ બે વર્ષથી રાયફલ શૂટીગમાં સ્વમહેનત અને મજબુત મનોબળ સાથે અનેક સિધ્ધિઓ સર કરી છે . શોર્ટગન , એરપીસ્તલ , સ્પોર્ટસપીસ્તલ ( 22 કેલીબર ) શૂટરમાં વંદનાબા ચૂડાસમાએ જિલ્લાથી રાષ્ટ્રીય સ્તરની વિવિધ સ્પર્ધાઓમાં પોતાનો ડંકો વગાડયો છે . વિવિધ ઈવેન્ટસમાં ડીસ્ટ્રીકટ , સ્ટેટ અને નેશનલ લેવલ તેમજ ખેલ મહાકુંભમાં તેઓ એ 2 વર્ષની પ્રેક્ટિસમાં જ મેડલો હાંસલ કર્યા છે.

64મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશીપ 2021 ભોપાલ ખાતે તારીખ 25 નવેમ્બર થી 10 ડિસેમ્બર યોજાઈ હતી. જેમાં ભરૂચ ડીસ્ટ્રીક રાઈફલ શુટિંગ એસોસિએશનના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ભરૂચ ડિસ્ટ્રિક્ટ રાઇફલ એસોસિએશનના પ્રમુખ અરૂણસિંહ રણા, સેક્રેટરી અજય પંચાલ અને કોચ મિત્તલ ગોહિલના માર્ગદર્શનથી ભરૂચના સ્પર્ધકો નેશનલ લેવલે પ્રતિનિધિત્વ કરી ભરૂચ ડીસ્ટ્રીકનું નામ રોશન કર્યું છે.

ખુશી ચુડાસમા, પૃથ્વીરાજ રણા, ધનવીર રાઠોડ, સોમ વિશાવડિયા, અદિતિ રાજેશ્વરી, તનવી જોધાણી નેશનલ ચેમ્પિયનશીપ માટે પસંદગી પામ્યા છે. તેમજ ખુશી ચૂડાસમા, ધનવિર રાઠોડ અને સોમ વિસાવડિયા ઇન્ડિયન ટીમની ઈન્ટરનેશનલ લેવલની ટ્રાયલ માટે પસંદગી પામેલ છે. સ્પર્ધકો પૂરતા જોશથી નેશનલ લેવલે સારું પ્રતિનિધિત્વ કરી શકે તેની તૈયારીમાં જોડાઈ ગયા છે.

Gujarat / રાજ્યના વિશ્વવિદ્યાલયો, મહાવિદ્યાલયોને ગ્લોબલ રેન્કિંગમાં સરકારએ કસી કમર, કેવડિયા ખાતે શિક્ષણવિદોનું વિચારમંથન

PM Modi in Kashi / PM મોદી કાશીમાં શું ગયા, ટ્વીટર પર બર્નોલ શબ્દ એટલો ટ્રેન્ડ થયો કે, લોકોએ લખ્યું –

Photos / PM મોદીએ કાશી વિશ્વનાથ કોરિડોર બનાવનાર કામદારો પર વરસાવ્યા ફૂલ, સેલ્ફી લીધી અને સાથે ભોજન પણ લીધું, જુઓ તસવીરો

કાશી વિશ્વનાથ / કાશી એ શબ્દોની વસ્તુ નથી, સંવેદનાઓની રચના છે : PM મોદી