Changes/ નવી દિલ્હી-વારાણસી વચ્ચે હવે વંદે ભારતનાં બદલે દોડશે બીજી ટ્રેન, જાણો તે કઈ છે?

રાજધાની નવી દિલ્હી અને વારાણસી વચ્ચે દોડનાર વંદે ભારત (Vande Bharat Express) એક્સપ્રેસનાં રૂટ પર હવે તેજસ એક્સપ્રેસ દોડશે.

India
PICTURE 4 168 નવી દિલ્હી-વારાણસી વચ્ચે હવે વંદે ભારતનાં બદલે દોડશે બીજી ટ્રેન, જાણો તે કઈ છે?

રાજધાની નવી દિલ્હી અને વારાણસી વચ્ચે દોડનાર વંદે ભારત (Vande Bharat Express) એક્સપ્રેસનાં રૂટ પર હવે તેજસ એક્સપ્રેસ દોડશે. ઉત્તર રેલવે પ્રમુખ જન સંપર્ક અધિકારી દીપકકુમારે આ વાતની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, આ વ્યવસ્થા 15 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી રહેશે. વંદે ભારત દેશની પહેલી સેમી-હાઈ સ્પીડ ટ્રેન છે, જેના સંચાલનની જવાબદારી માત્ર ભારતીય રેલવે પાસે છે.

PICTURE 4 169 નવી દિલ્હી-વારાણસી વચ્ચે હવે વંદે ભારતનાં બદલે દોડશે બીજી ટ્રેન, જાણો તે કઈ છે?

વર્તમાનમાં 4 તેજસ ટ્રેન અલગ-અલગ રૂટ પર દોડી રહી છે. જેમાંથી 2 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલથી કારમલી અને ચેન્નઈ ઇગમોરથી મદુરાઈ જંક્શન વચ્ચે દોડી રહી છે. જેનું સંચાલન પણ ભારતીય રેલ્વે દ્વારા કરવામાં આવે છે. જ્યારે અન્ય બે રૂટ લખનઉ-નવી દિલ્હી અને મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ પર દોડતી તેજસની જવાબદારી IRCTC ની છે. નવી વ્યવસ્થા બાદ રેલવે પાસે ત્રણ તેજસની જવાબદારી રહેશે. વર્તમાન સમયમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન માટે T-18 રૈકનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ થોડા સમય માટે તેમાં LHB કોચવાળી તેજસ એક્સપ્રેસનો ઉપયોગ કરવામાં આવશે.

PICTURE 4 170 નવી દિલ્હી-વારાણસી વચ્ચે હવે વંદે ભારતનાં બદલે દોડશે બીજી ટ્રેન, જાણો તે કઈ છે?

જેના માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. નિયમ અનુસાર અઢાર મહિના પુરા થયા બાદ અથવા છ લાખ કિલોમીટર દોડયા બાદ T-18 રૈકની ઓવર હોલિંગ જરૂરી છે, પરંતુ આ પ્રક્રિયા હજુ સુધી પૂરી કરવામાં આવી નહોતી. વર્ષ 2019 માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદીય ક્ષેત્ર વારાણસી માટે વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ મેડ ઇન ઇન્ડિયા ટ્રેન નવી દિલ્હી અને વારાણસીનું અંતર આઠ કલાકમાં કાપે છે. સોમવાર અને ગુરૂવાર સિવાય સપ્તાહમાં આ ટ્રેન પાંચ દિવસ દોડે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ