Navsari News/ જન્માષ્ટમીની દહીંહાંડીમાં મટકી સાથે દારૂની બોટલો બાંધી, ફોટો વાયરલ થતાં ત્રણની ધરપકડ

નવસારીના વાંસદાના ઉનાઈ ગામમાં જન્માષ્ટમીના દહીંહાંડી કાર્યક્રમ દરમિયાન મટકી સાથે દારૂની બોટલો (Vansda Janmashtami Dahi Handi Liquor Case,) બાંધ્યાનો ફોટો વાયરલ થયો. પોલીસે ત્રણ સામે ગુનો નોંધી ધરપકડ કરી.

Top Stories Gujarat Others Breaking News
Vansda Janmashtami Dahi Handi Liquor Case: દહીંહાંડી સાથે દારૂની બોટલોનો મામલો, ત્રણની ધરપકડ

Navsari News: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામમાં જન્માષ્ટમી પર્વ દરમિયાન યોજાયેલા દહીંહાંડી કાર્યક્રમનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. વાયરલ ફોટામાં દહીંહાંડીની મટકી સાથે દારૂની બોટલો (Vansda Janmashtami Dahi Handi Liquor Case,) બાંધેલી જોવા મળી રહી છે. આ મામલો સામે આવ્યા બાદ સ્થાનિક હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, વાયરલ થયેલા ફોટો અને વીડિયો જન્માષ્ટમીના દિવસના છે. તેમાં ‘મેજિક મોમેન્ટ’ બ્રાન્ડની દારૂની બોટલો (Vansda Janmashtami Dahi Handi Liquor Case,) મટકી સાથે બાંધેલી જોવા મળી રહી છે. મામલો પોલીસ સુધી પહોંચ્યા બાદ વાંસદા પોલીસે કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.

મટકી સાથે દારૂની બોટલો બાંધ્યાનો આક્ષેપ

ઉનાઈ ગામમાં જન્માષ્ટમી નિમિત્તે મટકીફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન મટકી સાથે દારૂની બોટલો (Vansda Janmashtami Dahi Handi Liquor Case,) બાંધવામાં આવી હોવાના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વાયરલ થયેલી તસવીરોમાં મટકી સાથે દારૂની બોટલો સ્પષ્ટ રીતે જોવા મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ તસવીરો સામે આવ્યા બાદ ધાર્મિક કાર્યક્રમમાં દારૂનો ઉપયોગ કરવાના મામલે સ્થાનિક સ્તરે વિરોધ અને રોષ જોવા મળ્યો હતો.

Vansda Janmashtami Dahi Handi Liquor Case,: બુટલેગર સહિત ત્રણ સામે કાર્યવાહી

પોલીસ તપાસમાં આ મામલે ધર્મેશ ખત્રી, તેનો પુત્ર હર્ષ ખત્રી અને સિણધઈમાં રહેતો આશિષ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર મૂકવામાં તેમની સંડોવણી હોવાની વિગતો પોલીસ તપાસમાં સામે આવી હોવાનું જણાવાયું છે. વાંસદા પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લઈને ભારતીય ન્યાય સંહિતાની કલમ 292, 299, 302 અને 54 હેઠળ ગુનો નોંધ્યો છે.

હિન્દુ સંગઠનોમાં રોષ

રાજ્યમાં દારૂબંધીના કડક કાયદા અમલમાં હોવા છતાં ધાર્મિક કાર્યક્રમ દરમિયાન દારૂની બોટલો (Vansda Janmashtami Dahi Handi Liquor Case,) દેખાતા આ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં નારાજગી જોવા મળી હતી. અગ્નિવીર હિન્દુ સંગઠનના પ્રમુખ મહેન્દ્ર રાજપુરોહિતે આ ઘટનાને લઈને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમનું કહેવું હતું કે આવા તત્વો સામે કડક કાર્યવાહી ન થતી હોવાના કારણે આવી ઘટનાઓને પ્રોત્સાહન મળે છે. યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી પણ તેમણે આપી હતી.

PIએ શું કહ્યું?

વાંસદા પોલીસ સ્ટેશનના PI જયદીપ ચાવડાએ જણાવ્યું હતું કે વાયરલ થયેલો વીડિયો જન્માષ્ટમીના દિવસનો છે. ઘટનાની જાણ થતાં જ મટકી કાર્યક્રમના આયોજક અને દારૂની બોટલો (Vansda Janmashtami Dahi Handi Liquor Case,) બાંધવાના મામલે સંડોવાયેલા ત્રણેય શખ્સોને ડિટેઈન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

PIના જણાવ્યા મુજબ, આરોપી ધર્મેશ ખત્રી સામે ભૂતકાળમાં પણ અનેક ગુના નોંધાયેલા છે અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જન્માષ્ટમી જેવા ધાર્મિક પર્વ દરમિયાન બનેલી આ ઘટનાના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો હતો. હાલ વાંસદા પોલીસ સમગ્ર ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની ભૂમિકા છે કે કેમ તે અંગે પણ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો:સુરતમાં જન્માષ્ટીના પર્વની તડામાર તૈયારીઓ, મટકીફોડમાં મહિલાઓની પણ ભાગીદારી

આ પણ વાંચો:થાઈલેન્ડમાં ક્લબમાં દહીં હાંડી કાર્યક્રમ યોજાયો, દારૂની બોટલોએ શરમને નેવે મુકી

આ પણ વાંચો:‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ-2024’ નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રારંભ કરાવશે