Not Set/ વાપીમાં પોલીસ અને આરોપી વચ્ચે થયેલા ફાયરિંગનો મામલો, આરોપીનું સારવાર બાદ નિપજ્યું મોત

વાપી, વાપીમાં પોલીસ અને આરોપી વચ્ચે થયેલા ફાયરિંગમાં આરોપીનું મોત નિપજ્યું છે. મૃતક આરોપીનું નામ રાજુ મરાઠી છે અને તેનું હોસ્પિટલમાં સારવાર બાદ મોત નિપજ્યું છે. મોત નિપજતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે વોન્ટેડ આરોપીને પકડવા જતાં પોલીસ અને આરોપી રાજુ મરાઠી વચ્ચે કુલ 3 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. પોલીસ રાજુ […]

Top Stories Gujarat Others Videos
mantavya 285 વાપીમાં પોલીસ અને આરોપી વચ્ચે થયેલા ફાયરિંગનો મામલો, આરોપીનું સારવાર બાદ નિપજ્યું મોત

વાપી,

વાપીમાં પોલીસ અને આરોપી વચ્ચે થયેલા ફાયરિંગમાં આરોપીનું મોત નિપજ્યું છે. મૃતક આરોપીનું નામ રાજુ મરાઠી છે અને તેનું હોસ્પિટલમાં સારવાર બાદ મોત નિપજ્યું છે.

મોત નિપજતાં પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે વોન્ટેડ આરોપીને પકડવા જતાં પોલીસ અને આરોપી રાજુ મરાઠી વચ્ચે કુલ 3 રાઉન્ડ ફાયરિંગ થયું હતું.

પોલીસ રાજુ મરાઠીને પકડવા ગઇ તે સમયે આ ઘટના બની હતી. પોલીસના જવાબી ફાયરિંગમાં રાજુને ગોળી વાગતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો..જ્યાં તેનું મોત નિપજ્યું હતું.