Not Set/ JNU હિંસા પર વીસી જગદીશ કુમારનો ખુલાસો, જણાવ્યું કેમ ખરાબ થયો માહોલ

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) માં, ઘણા વિદ્યાર્થીઓને માસ્ક પહેરીને આવેલા અજાણ્યા શખ્સોએ ખરાબ રીતે માર માર્યો હતો. સુંત્રોનાં જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી દીધી છે. કેમ્પસમાં માસ્ક પહેરીને ઘૂસેલા બદમાશોએ શિક્ષકોને પણ નિશાનો બનાવ્યો હતો. આ સાથે જ જેએનયુ વીસી જગદીશ કુમારનું નિવેદન પણ આ સમગ્ર મામલે સામે આવ્યું છે. તેમણે કહ્યું […]

Top Stories India
2c5ad4dc 3047 11ea aefd 7ef998f55354 JNU હિંસા પર વીસી જગદીશ કુમારનો ખુલાસો, જણાવ્યું કેમ ખરાબ થયો માહોલ

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) માં, ઘણા વિદ્યાર્થીઓને માસ્ક પહેરીને આવેલા અજાણ્યા શખ્સોએ ખરાબ રીતે માર માર્યો હતો. સુંત્રોનાં જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી દીધી છે. કેમ્પસમાં માસ્ક પહેરીને ઘૂસેલા બદમાશોએ શિક્ષકોને પણ નિશાનો બનાવ્યો હતો. આ સાથે જ જેએનયુ વીસી જગદીશ કુમારનું નિવેદન પણ આ સમગ્ર મામલે સામે આવ્યું છે. તેમણે કહ્યું કે યુનિવર્સિટીની પહેલી પ્રાથમિકતા સંસ્થાઓ અને વિદ્યાર્થીઓની સલામતી છે.

જેએનયુનાં વીસી એમ જગદીશ કુમારે તમામ વિદ્યાર્થીઓને શાંતિ જાળવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, યુનિવર્સિટી તેમના વિદ્યાર્થીઓ સાથે ઉભી છે અને ખાતરી આપવામાં આવે છે કે વિન્ટર સેમેસ્ટર રજિસ્ટ્રેશન કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે. તેમણે કહ્યું કે, જેએનયુમાં કેટલાક આંદોલનકારી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા હિંસક થવા અને મોટી સંખ્યામાં બિન-પ્રદર્સનકારી વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વિક્ષેપ હોવાને કારણે આવી પરિસ્થિતિ ઉભી થઈ છે. તેઓએ શિયાળુ સેમેસ્ટર નોંધણી ખોરવા માટે યુનિવર્સિટી કમ્યુનિકેશન સર્વરને નુકસાન પહોંચાડ્યું.

ગૃહ મંત્રાલયે જેએનયુ કેમ્પસની અંદર માસ્ક પહેરીને આવેલા શખ્સો દ્વારા હુમલાની ઘટનાની નોંધ લીધી છે. ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક સાથે વાત કરી હતી અને પરિસ્થિતિને જાણી હતી. તેઓએ સમગ્ર ઘટનાનો અહેવાલ પણ માંગ્યો છે. તેમણે કહ્યું હતું કે, આ હિંસાની તપાસ વરિષ્ઠ અધિકારીઓ દ્વારા થવી જોઈએ અને જલ્દી જ રિપોર્ટ રજૂ કરવામાં આવે, જે પણ જરૂરી પગલા હોય તે ભરવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.